ભારે વરસાદ બાદ ચલાલા પાસેના વિસ્તારોમાં કપાસ અને તલના પાક થયા નિષ્ફળ - પાણીની સમસ્યાના નિકાલ
અમરેલી: ચોમાસામાં જ્યારે સારો વરસાદ થઇ રહ્યો છે, ત્યારે અમરેલી પંથકના દરેક તાલુમાં 100 ટકાથી વધુ વરસાદથી પાણીની સમસ્યાના નિકાલ બાદ સતત વરસાદથી તલ અને કપાસના પાકો નિષ્ફળ થયા છે.
ભારે વરસાદ બાદ ચલાલા પાસેના વિસ્તારોમાં કપાસ,તલના પાક થયા નિષ્ફળ
અમરેલી જિલ્લાના ચલાલાના પરબડી ગામમાં કપાસ અને તલનો પાક હાલ ચોમાસામાં સતત 70 થી 80 દિવસ વરસાદ બાદ અહીંના ખેડૂતના કપાસમાં પીળો પડી ગયા છે. કપાસ વરસાદના પાણીના કારણે હાલ સુકાવા લાગ્યો છે, ત્યારે તલનો પાક કાળો પડી ગયો છે.