પ્રાપ્ત વિગતો મુજબ, મોટી મોયડીના વેપારી મોડાસાથી ઘરે પરત જઇ રહ્યા હતા ત્યારે બે બાઇક પર સવાર ચાર શખ્સોએ તેમને રોક્યા અને ગાડીમાંથી બહાર કાઢી હુમલો કર્યો હતો. તેમજ વેપારી પાસે રહેલી 40 હજાર રોકડની લૂંટ ચલાવી બાઇક સવાર હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.
અરવલ્લીમાં વેપારી પર અજાણ્યા ઇસમ દ્વારા હુમલો, પોલીસે તપાસ હાથ ધરી - injury
અરવલ્લી: જિલ્લાના મેઘરજના ધનીવાડા નજીક મોડી રાત્રે વેપારી પર ચાર ઇસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત વેપારીને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
અરવલ્લી
તેમજ હુમલાખોરોએ પથ્થર મારી ગાડીના કાચ પણ તોડી નાખ્યા અને પાઇપો વડે વેપારીને ઢોર માર મરાતા વેપારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક મોડાસાની હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.