- ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા 5 દિવસીય પ્રદર્શન
- કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળે તે હેતુ
- વિભિન્ન યોજનાઓનો વિશેષ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે
શામળાજી: અરવલ્લી (Aravalli) જિલ્લામાં આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી (Shamlaji) ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ (Department of Information and Broadcasting) દ્વારા લોકોને કેન્દ્ર સરકાર (Central Government) તથા રાજ્ય સરકારની યોજનાઓનો (State Government Schemes) લાભ મળી રહે તે હેતુથી 5 દિવસીય પ્રદર્શન યોજવામાં આવી રહ્યુ છે, જેમાં ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ (Integrated Communication and Outreach) દ્વારા યોજનાકીય જાણકારી અને કેન્દ્ર સરકારની વિભિન્ન યોજનાઓનો વિશેષ પ્રચાર-પ્રસાર (Publicity of various schemes) કરવામાં આવશે.
નાટક રજૂ કરી લોકોમાં જાગૃતિ ફેલાવાનો પ્રયાસ
કેંદ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ (Central and State Government schemes)ની માહિતી જનજન સુધી પહોંચે તે માટે અરવલ્લી જિલ્લામાં આવેલા સુપ્રસિદ્વ યાત્રાધામ શામળાજી ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા 5 દિવસીય પ્રદર્શન યોજવામાં આવી રહ્યુ છે. આ કાર્યક્રમમાં સરકારની યોજનાઓ ઉપરાંત 'બેટી બચાઓ, બેટી પઢાઓ' (Beti bachao beti padhao), 'પાણી બચાવો' જેવા અનેક સંદેશાઓ નાટક રૂપે રજૂ કરી જાગૃતિ ફેલાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
લોકોમાં જાગૃતિ લાવવા સ્ટોલ લગાડવામાં આવ્યા છે