- અરવલ્લીમાં પોલીસ દારૂ પીને ગાડી ચલાવતો વીડીયો વાયરલ
- પોલીસ વડાએ આપ્યા તપાસના આદેશ
- PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યો
અરવલ્લી : જિલ્લામાં ખાખી વધુ એક વાર તાર તાર થઇ છે. સરહદી જિલ્લો હોવાથી દારૂની હેરાફેરી તો થાય છે સાથે જ પોલીસ કર્મીઓ પણ વહેતી નદીમાં હાથ ધોવાનું ચુકતા નથી. હજુ તો દારૂકાંડમાં LCBPIને સસ્પેન્ડની વાતો ચર્ચામાં છે ત્યાં જ વળી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશનના PSIની કરતુત સામે આવી છે.
PSI સામે કાર્યવાહી
ગુરુવારના રોજ નશામાં ધૂત PSI બી.એલ.રોહિતનો ઇસરીના બજારમાં બેફામ રીતે પોલીસની જીપ હંકારતો વીડિયો વાયરલ થયો હતો . જે અંગે પોલીસ વડા સંજય ખરાતે તપાસના આદેશ કર્યા હતા. દારૂ પીને સરકારી વાહન બેફામ હંકારવાના બે ગુના નોંધી PSIની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી . આ ઉપરાંત તાબડતોડ ઇસરી PSIને સસ્પેન્ડ પણ કરી દીધો છે.
અરવલ્લીમાં PSI દારૂ પીને ગાડી ચલાવતો વીડિયો વાયરલ આ પણ વાંચો :ભાવનગર પોલીસે દારૂ સાથે રુપિયા 7,24,500નો મુદ્દામાલ જપ્ત કર્યો
શું છે સમગ્ર મામલો
અરવલ્લી જિલ્લા મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો PSI બી.એલ.રોહીતે ગુરુવારે સાંજે નશાની હાલતમાં ઇસરી બજારમાં સરકારી જીપ ગફલતભરી રીતે હંકારી હતી . જેના પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો . આ સમયે લોકોમાં ભારે અફડાતફડી અને નાસભાગ મચી હતી જોકે સદસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પીએસઆઈ બી.એલ.રોહિતની કારસ્તાનનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ બેડામાં હલચલ મચી હતી .
આ પણ વાંચો : નાસિકથી દારૂનો જથ્થો લઈને ગુજરાતમાં પ્રવેશતા 2 ઝડપાયા