ગુજરાત

gujarat

ETV Bharat / state

પગારની માંગણી સાથે ધરણા પર બેઠેલા અરવલ્લીના સફાઈ કામદારોની અટકાયત - gujarti news

અરવલ્લીઃ જિલ્લા સેવા સદનમાં કામ કરતા સફાઇ કામદારોને છેલ્લા ત્રણ માસથી પગાર મળ્યો નથી. જેથી તેઓ છેલ્લા 8 દિવસથી પગારની માંગ સાથે ધરણા પર ઉતર્યા હતા. 11 જૂનના રોજ આંદોલન કરી રહેલા 12 સફાઈ કર્મચારીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

પગારની માગણી સાથે ધરણા પર બેઠેલા અરવલ્લીના સફાઈ કામદારોની અટકાયત

By

Published : Jun 12, 2019, 3:05 AM IST

ત્રણ માસથી પગાર ન મળ્યો હોવાથી સફાઈ કર્મીઓ ધરણા પર બેઠા હતા. જિલ્લા સેવા સદનમાં આઠ દિવસથી આંદોલન કરી રહેલા 12 લોકોની અટકાયત કરાઈ હતી. ગાંધી ચિંધ્યામાર્ગે લડત ચલાવતા હોવા છતાં તંત્ર દ્વારા તેમની હેરાનગતિ કરવામાં આવી રહી છે.

પગારની માગણી સાથે ધરણા પર બેઠેલા અરવલ્લીના સફાઈ કામદારોની અટકાયત

જેથી વાલ્મિકી સમાજના આગેવાન લાલજી ભગતે આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની સાથે જ આગામી સમયમાં અન્ન જળનો ત્યાગ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details