અરવલ્લીઃ ઉતરાયણનો તહેવાર(Uttarayan Festival 2022) પતંગ ચગાવવા પુરતો જ સિમિત નથી. સામાન્ય સંજોગોમાં ઉતરાયણ હોય ત્યારે યુવાન હૈયુ હિલોળે ચળે છે. તેમજ તહેવારની સંગ મોજ મસ્તી પણ થતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં એક ધાભા પર યુવાનો ભેગા થઇ “કાપ્યો” “લપેટ” જેવી બુમો પાડવાનો આનંદ ઉઠવાતા હોય છે. જોકે આ વખતે ઉતરાયણના સમયે ફરીથી કોરોનાએ માથુ ઉચકતા અરવલ્લી જિલ્લાના(Uttarayan 2022 Aravall) પતંગબાજો માટે માઠા સમાચાર છે. અરવલ્લી પોલીસે ઉતરાયણ નિમિતે એક સુચના(Police on Landing in Aravalli) બહાર પાડેલ છે.
સુચનાનું ઉલ્લઘન કરનાર સામે કડક કાર્યવાહી
અરવલ્લી પોલીસે ઉતરાયણ નિમિતે સુચના(Guideline on Uttarayan in Aravalli) મુજબ ધાભા પર ટોળા એકત્ર થઇ શકશે નહિ. આ સુચનાનું ઉલ્લઘન કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે તેવુ અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત એ જણાવ્યુ છે.