2019નાં વર્ષમાં અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પહેલેથી જ ખૂબ વિવાદમાં રહી છે. અગાઉ 3 મહિના પહેલા જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ હતી અને તેના પરિણામ પણ જાહેર કરાયા હતા, પરંતુ ત્યાર બાદ હરીફ જૂથે આ ચૂંટણી ગેર બંધારણીય રીતે યોજાઈ હોવાનું કારણ આપી અપીલમાં ગયા હતા જેને જિલ્લા વિકાસ અધિકારીએ માન્ય રાખી હતી.
અરવલ્લીમાં પ્રાથમિક શિક્ષણ સંઘની યોજાઈ ચૂંટણી - Arvalli District Primary Education Union elections for the second time
અરવલ્લીઃ શરૂઆતથી જ વિવાદમાં રહેલી અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની બીજી વખત ચૂંટણી યોજાઈ હતી. મોડાસા ખાતે યોજાયેલી શિક્ષણની ચૂંટણીમાં શિક્ષક મતદારોનું ઉત્સાહપૂર્ણ મતદાન જોવા મળ્યુ હતું.
અરવલ્લીમાં પ્રાથમિક શિક્ષણ સંઘની યોજાઈ ચૂંટણી
શનિવારે સમગ્ર જિલ્લામાં તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ હતી. જેમાં જિલ્લા સ્તરે પ્રમુખ અને સહ પ્રધાન બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે ઉપ પ્રમુખ અને મહામંત્રીની ચૂંટણી હતી. નિયત સમય પ્રમાણે 11 કલાકે તમામ તાલુકા મથક પર મતદાન સરૂ થયું હતું. શિક્ષકોએ ઉમંગભેર મતદાન કર્યુ હતું. તમામ તાલુકા પ્રાથમિ શિક્ષક સંઘના હોદ્દે દારોની ચૂંટણીનું પરિણામ રવિવારે આવશે.