મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવની ઉજવણી અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ - પત્રકારોને શતાબ્દી મહોત્સવ
મોડાસાઃ સમગ્ર ગુજરાતમાં મોડાસા નગરને શૈક્ષણિક નગરી તરીકે ઓળખ ઊભી કરવામાં મહત્વનું યોગદાન આપનાર મોડાસા કેળવણી મંડળની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવણી થવા જઇ રહી છે. જે અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ હતી પત્રકારોને શતાબ્દી મહોત્સવની ઉજવણી અને મોડાસા હાઇસ્કુલના નવીન મકાનનું લોકોર્પણ પણ કરવામાં આવશે તે માહિતી આપી હતી.
મોડાસા,શતાબ્દી મહોત્સવ ઉજવણી, પ્રેસ કોન્ફરન્સ,100 વર્ષ પૂર્ણ
મોડાસા કેળવણી મંડળ છેલ્લા 100 વર્ષથી નગરના બાળકોને અવિરત શિક્ષણ આપી રહ્યું છે, છેલ્લા 26 વર્ષમાં કેળવણી દ્વારા નગરમાં શિક્ષણની જરૂરિયાતને પહોંચી વળવા 2 નવી શાળાઓની સ્થાપના કરી જેમાં કલરવ અને બી.કાનાઈ અંગ્રેજી માધ્ય ની સ્થાપનાનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં 6 હજારથી વધુ વિદ્યાર્થી સંખ્યા અને 335થી વધુ શિક્ષણ સમુદાય ધરાવતું એક વિશાળ વટવૃક્ષ બન્યું છે.