- જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમખની વરણી
- તાલુકા પંચાયતોના પ્રમુખોની વરણી
- વિજયના ઉન્માદમાં કોરોના નિયમોના ધજાગરા
અરવલ્લી: રાજ્યમાં 2 માર્ચના રોજ ચૂંટણીના પરિણામ બાદ સત્તામાં પરિવર્તન આવ્યુ છે. જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી ભાજપે 25 બેઠકો અંકિત કરી કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી. બુધવારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બહુમતિથી ભિલોડા તાલુકાની કિશનગઢ સીટ પરથી વિજેતા બનેલા લાલસિંહ ચૌહાણ અને ઉપપ્રમુખ તરીકે મેઘરજ તાલુકાની પંચાલ બેઠક પરથી વિજેતા બનેલા કનુભાઈ બદાભાઈ મેણાતની જાહેરાત કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થઇ આ પણ વાંચો: વાપી તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
તાલુકા પંચાયતોના પ્રમુખોની વરણી
બીજી તરફ મોડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે બિપીન પટેલ અને ઉપપ્રમુખ તરીકે હિનાબેન લાલસિંહ ચૌહાણ, માલપુર તાલુકા પ્રમુખ તરીકે સંજય પટેલ અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ માળીવાડ, મેઘરજ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભાવનાબેન લક્ષ્મણભાઈ ધમલાવત અને ઉપપ્રમુખ તરીકે ભાનુપ્રતાપ જાડેજા, ભિલોડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે તરલીકાબેન બંકિમચંદ્ર તબીયાર અને ઉપ પ્રમુખ તરીકે પારૂલબેન નિલેશભાઈ પંચોલી, ધનસુરા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કિરણબેન તખતસિંહ પરમાર અને ઉપપ્રમુખ તરીકે અમૃતભાઈ પટેલ તેમજ બાયડ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મંજુલા બેન સોલંકી અને ઉપ પ્રમુખ તરીકે અરવિંદભાઈ ઝાલાની નિમણુક કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થઇ વિજયના ઉન્માદમાં કોરોના નિયમોના ધજાગરા
એક બાજુ કોરોના વઘતા કેસીસ ને લઇને લોકડાઉનનું સંકટ તોળાઇ રહ્યુ છે ત્યારે બીજી બાજુ બુધવારે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ અને 6 તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણી થતાં કોરોનાની ગાઇડલાઇનના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા. સભાખંડ અને પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા. મોટાભાગના લોકો માસ્ક વગર બિન્દાસ્ત જોવા મળ્યા હતા ત્યારે આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ વધે તો નવાઈ નહીં.
આ પણ વાંચો:મહુવા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી