અરવલ્લીઅરવલ્લીના શામાળાજીમાં આવેલ સુપ્રસિદ્વ શ્રીગદાધર વિષ્ણુ મંદિરમાં ભગવાન શામળિયાનો જન્મોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે (Preparations for Janmashtami 2022). મંદિરમાં રોશની સહિત વિવિધ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જન્માષ્ટમીની વહેલી સવારે મંગળા દર્શન શણગાર આરતીથી લઈને જન્મોત્સવ સુધીના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. મંદિર ટ્રસ્ટ અને ભક્તોમાં અનેરા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મટકી ફોડ, શોભાયાત્રા સહિત ભગવાન કૃષ્ણના જન્મને વધાવી લેવા ભારે થનગનાટ વર્તાઈ રહયો છે.
શામળાજીના મંદિરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ શરુ - Preparations for Janmashtami
અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજી મંદિરમાં ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીને લઇને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરમાં ભગવાનના જન્મોત્સવની ઉજવણીને લઇને ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. Preparations for Janmashtami 2022, Shamlaji temple, Janmashtami 2022
![શામળાજીના મંદિરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ શરુ શામળાજીના મંદિરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ શરુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16136780-thumbnail-3x2-.jpg)
જન્માષ્ટમી ઉજવણીનો કાર્યક્રમ જન્માષ્ટમી પ્રસંગે ઠાકોરજીના દર્શનનો સમય આ પ્રમાણે રહેશે. મંદિર ખુલશે સવારે 06:00 કલાકે, મંગળા આરતી સવારે 06:45 કલાકે, શણગાર આરતી સવારે 09:15 કલાકે, મંદિર બંધ થશે સવારે (રાજભોગ ધરાવાશે) સવારે 11:30 કલાકે, રાજભોગ આરતી બપોરે (મંદિર ખુલશે) 12:15 કલાકે, મંદિર બંધ થશે બપોરે (ઠાકોરજી પોઢી જશે) 12:30 કલાકે, મંદિર ખુલશે બપોરે (ઉત્થાપન) 02:15 કલાકે, સંધ્યા આરતી સાંજે 07:15 કલાકે, કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે રાત્રે 12:00 કલાકે, જન્મોત્સવ આરતી રાત્રે 12:30 કલાકે, મહાભોગ રાત્રે 12:45 કલાકે, શયન આરતી રાત્રે 01:00 કલાકે, મંદિર મંગલ રાત્રે (મંદિર બંધ) 01:15 કલાકે અને શનિવારે બીજા દિવસે નંદમહોત્સવ અને લાલજી ભગવાનના પારણાં ઝુલાવાશે.