ભિલોડાના હિંમતપુરમાં આર્મી જવાનનું અકાળે મૃત્યુ - srinagar latest news
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના હિંમતપુર ગામના અને શ્રીનગર આર્મીમાં ફરજ બજાવતા જવાનનું કેન્સરની જીવલેણ બીમારીથી મોત નીપજ્યું હતું. આર્મી જવાનનો નશ્વરદેહ માદરે વતન પહોંચતા તેના પરિવારજનો અને પંથકમાં ભારે ગમગીની છવાઈ હતી.
અરવલ્લી
અરવલ્લીઃ ભિલોડા તાલુકાના હિંમતપુર ગામના નટુભાઈ સુરામભાઇ ગામેતી દેશની સેવા માટે ભારતીય લશ્કરમાં જોડાયા હતા. ૧૬ વર્ષથી દેશના વિવિધ સ્થળોએ ભારત માની રક્ષા કરી ઋણ અદા કરી રહ્યા હતા. શ્રીનગર ફરજ દરમિયાન આર્મી જવાનને કેન્સરની બીમારી થતા શ્રીનગરની સ્થાનિક લશ્કરી હોસ્પિટલ અને દિલ્હી લશ્કરી હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી હતી. હાલ આર્મી જવાનની અમદાવાદ લશ્કરી હોસ્પિટલમાં સઘન સારવાર આપવા છતાં અકાળે મોત નિપજ્યુ હતું.