- પ્રિ-મોન્સૂનના આયોજન અંગેની યોજાઈ બેઠક
- તમામ તાલુકાના અને જિલ્લાનો કન્ટ્રોલ રૂમ રાઉન્ડ-ધી-કલોક થશે શરૂ
- અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં યોજી બેઠક
અરવલ્લી: જિલ્લાનો પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં દરેક તાલુકાના તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મામલતદાર દ્વારા શહેરી વિસ્તારના સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ચીફ ઓફિસર દ્વારા અને વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન TDO દ્વારા ઓનલાઈન અપડેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેવું કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું. જેમાં જિલ્લાના દરેક વિભાગોના ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા ભાર આપ્યો હતો.
અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં યોજી બેઠક આ પણ વાંચો: વાપીના 11માંથી 4 વોર્ડમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ
ઊંડાઈ દર્શાવતા બોર્ડ મુકવા જણાવ્યું
બેઠક દરમિયાન સિંચાઈ વિભાગ દ્વારા વાયરલેસથી દર બે કલાકે સ્થિતિની જાણકારી આપવા અને તાલુકાઓમાં માર્ગ અને મકાન વિભાગ તથા સિંચાઈ વિભાગ કોઝ-વે પર ઊંડાઈ દર્શાવતા બોર્ડ મુકવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: પાટણમાં પ્રિ-મોન્સૂન પ્લાનના ભાગરૂપે આનંદ સરોવર ઊંડું કરવાની કામગીરી શરૂ
ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવામાં આવશે
કલેક્ટરે મામલતદારોને દરેક ગામોની અગત્યના વ્યક્તિઓની સંપર્ક સૂચી તૈયાર કરવામાં અને જિલ્લા મત્સ્યઉદ્યોગ વિભાગ તાલુકા મામલતદારને બોટો અંગેની અદ્યતન માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું. જિલ્લાના તમામ તાલુકાઓમાં તથા જિલ્લાનો કન્ટ્રોલ રૂમ રાઉન્ડ-ધી-કલોક શરૂ કરવા ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. જ્યાં નદી કિનારાના ગામો, તરવૈયાનું લીસ્ટ, પ્લાનની નકલ, સાધનોની વિગત સહિતની તમામ માહિતી ઉપલબ્ધ હોય તે જરૂરી ગણાવ્યું હતું.
ચીફ ઓફિસર સહિતના અન્ય અધિકારીઓ હાજર
અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં તાલુકા વાઈઝ નુકસાન સર્વેની ટીમોની રચના થાય અને દરેક નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા મિત્રોને સાથે રાખી ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવાય તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. જ્યારે ચોમાસા પહેલા દરેક તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓને સતર્કતા દાખવાની કામગીરી કરવા જણાવ્યું હતું. બેઠકમાં પ્રાંત અધિકારીઓ, તમામ મામલતદાર-તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.