ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં પ્રિ-મોન્સસૂન એક્શન પ્લાન તૈયાર - Aravalli district

અરવલ્લી જિલ્લામાં ચોમાસા પૂર્વે પૂર, વાવાઝોડા તથા અન્ય જોખમોને પહોંચી વળવા અને આ સમયે તકેદારી રાખવા અંગે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સથી તાલુકાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં આપત્તિ બાદ બચાવ રાહત અંગેના આગોતરા બનાવેલા આયોજનની ચર્ચા કરી કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લામાં પ્રિ-મોન્સસૂન એક્શન પ્લાન તૈયાર
અરવલ્લી જિલ્લામાં પ્રિ-મોન્સસૂન એક્શન પ્લાન તૈયાર

By

Published : May 27, 2020, 1:54 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં ચોમાસા પૂર્વે પૂર વાવાજોડા તથા અન્ય જોખમોને પહોંચી વળવા અને આ સમયે તકેદારી રાખવા અંગે જિલ્લા કલેકટર અમૃત્તેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સથી તાલુકાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેવી રીતે કલેકટરએ ચોમાસા પૂર્વે પૂર વાવાઝોડા તથા અન્ય જોખમોને પહોંચી વળવા માટે વીડિયો કોન્ફરન્સ રુમ માંથી જિલ્લાના 6 તાલુકાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સાધ્યો હતો.

અરવલ્લી જિલ્લામાં પ્રિ-મોન્સસૂન એક્શન પ્લાન તૈયાર

કલેકટરએ રાઉન્ડ ધી કલોક જિલ્લા તથા તાલુકાના કંટ્રોલ રૂમ ચાલુ રાખવા, ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના અમલીકરણ અધિકારીના કાર્યક્ષેત્રમાં આવતા પાણીના નિકાલના માર્ગો ચોમાસા પૂર્વે અડચણમુકત રહે તે માટે સાફ સફાઇની વ્યવસ્થા જુની જર્જરીત ઇમારતો તથા જુના વૃક્ષો તથા ભયજનક બાંધકામોનુ સર્વે કરાવી તેનાથી થનાર સંભવિત નુકશાનને અટકાવવા અંગેનુ આયોજન, ફલ્ડ મેમોરંડમ સુધારવા પૂર અસરગ્રસ્ત સંભવિત ગામોમાં પ્હોંચવા માટે રસ્તા તથા ડેમ સુધી પહોચવા રસ્તા, સંદેશા વ્યવહાર માટે જીસ્વાન હોટ લાઇન, બી.એસ.એન.એલ.ના ટેલિફોન ચાલુ રાખવા તેમજ ઇંડીયા ડીઝાસ્ટર રીસોર્સ નેટવર્ક ( IDZN ) અપડેટ કરવા જણાવ્યું હતું.

જયારે કુદરતી આપત્તિ સમયે જિલ્લામાં ઉપલબ્ધ લાઇફ બોટ, લાઇફ સેવર જેકેટ, વાહન એમ્યુલેન્સવાન, તબીબી ગેસ કટર, ચોમાસા સિઝન દરમિયાન સરકારી વ્યાજબી ભાવની દુકાનો (FPS ) મારફત અનાજ, તેલ,ખાંડ, કેરોસીન વિગેરેનો જથ્થો ઉપલબ્ધ રાખવા જરૂરી માર્ગદર્શન અધિકારીઓને પુરૂ પાડવામાં આવ્યુ હતું.

આ ઉપરાંત ચોમાસા પહેલાં દરેક વિભાગની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં પોલીસ વિભાગ, પુરવઠા વિભાગ, ફોરેસ્ટ વિભાગ મામલતદાર કચેરી, માર્ગ અને મકાન વિભાગ, UGCL વિભાગ, મત્સ્ય ઉધોગ, BSNL આરોગ્ય વિભાગ,કૃષિ વિભાગ એસ.ટી. વિભાગ પાણી પુરવઠા વિભાગ તથા અન્ય વિભાગોએ આપત્તિ બાદ બચાવ રાહત અંગેના આગોતરા બનાવેલા આયોજનની ચર્ચા કરી કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયા સહિત જિલ્લાના અન્ય અધિકારીઓ તેમજ તાલુકાકક્ષાના અધિકારીઓને તાલુકા મથકના વીડિયો કોન્ફરન્સ રૂમથી તેમના તાલુકામના આગોતરા આયોજન અંગેની ચર્ચા કરી માહિતીથી અવગત કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details