ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા ઉમિયા મંદિર ખાતે પગપાળા સંધે ધજા ચડાવી - prayers

અરવલ્લીઃ મોડાસાના ઉમિયા મંદિર ખાતે ભક્તોનો એક સંઘ દર્શનાર્થે પહોંચ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના રામપુરા કંપા બીજા સૌથી મોટા ઉમિયાધામ તરીકે ઓળખાય છે. આ ધામ પર પહોંચેલા ભક્તોનું ભવ્ય સ્વાગત કરાયુ હતું. આ સંઘે મંદિરમાં ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી.

મોડાસા ઉમિયા મંદિર ખાતે પગપાળા સંધે ધજા ચડાવી

By

Published : Jul 23, 2019, 5:20 AM IST

આ સંઘ દ્વારા ઉમિયા મંદિરમાં ધજા ચઢાવાઈ હતી. દર વર્ષે ગામના લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે પગપાળા સંધ લઇને મંદિરે પદયાત્રા કરીને આવે છે. ગામના લોકોએ પદયાત્રા કરીને દર્શન કરવાની શરુઆત ઊંજાના ઉમિયા ધામ ખાતે સત્તાવન વર્ષ પુર્વે કરી હતી. હવે તેઓ દર વર્ષે મોડાસાના ઉમિયા મંદિર ખાતે પદયાત્રા કરીને દર્શન કરવા માટે ભાવપૂર્વક આવે છે.

મોડાસા ઉમિયા મંદિર ખાતે પગપાળા સંધે ધજા ચડાવી

ABOUT THE AUTHOR

...view details