ભારતના યુવાઓમાં વૈજ્ઞાનિક વિચાર અને અવકાશ સંશોધનમાં રૂચિ કેળવાય તે માટે ઇસરો પ્રયત્નશીલ છે, જે અંતર્ગત યુવિકા સમર પ્રોગ્રામ થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમાં પંદર દિવસના સમર કેમ્પ માટે દેશની વિવિધ શાળાઓમાંથી 200 અરજી મંગાવવામાં આવી હતી. જેમાંથી ગુજરાતના 3 વિદ્યાર્થીઓ પૈકી સૌ પ્રથમવાર અરવલ્લી જિલ્લાના મોડાસાની જી. બી. શાહ સ્કુલના વિદ્યાર્થીની પસંદગી થઇ હતી.
શ્રી હરિકોટાથી લૉન્ચ થયેલા સાઉન્ડિંગ રૉકેટ લોન્ચિંગમાં સાક્ષી બન્યો અરવલ્લીનો ‘પ્રથમ’ - ARL
અરવલ્લીઃ ઇસરોના શ્રી હરિકોટા ખાતે યુવિકા સંવાદ 2019 ચાલી રહ્યું છે, જેમાં દેશના વિવિધ રાજ્યના વિદ્યાર્થીઓ ભાગ લેવા આવી પહોંચ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસાની જી. બી. શાહ સ્કુલના વિદ્યાર્થીએ સંવાદમાં ભાગ લીધો હતો. શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર ખાતેથી સાઉન્ડિંગ રૉકેટ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેનો સાક્ષી પ્રથમ પટેલ બન્યો હતો. રોકેટ લોન્ચિંગ બાદ ઇસરોના વૈજ્ઞાનિક ડૉ. કે. સિવાને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો, જેના ફોટોગ્રાફ્સ ઇસરોએ ટ્વીટ કરી શેર કર્યા છે.
![શ્રી હરિકોટાથી લૉન્ચ થયેલા સાઉન્ડિંગ રૉકેટ લોન્ચિંગમાં સાક્ષી બન્યો અરવલ્લીનો ‘પ્રથમ’](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3328159-thumbnail-3x2-arllllll.jpeg)
અરવલ્લીનો ‘પ્રથમ’ સાક્ષી
હરિકોટા સ્પેસ સેન્ટર ખાતેથી સાઉન્ડિંગ રૉકેટ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેનો સાક્ષી પ્રથમ પટેલ બન્યો હતો. રોકેટ લોન્ચિંગ બાદ ઇસરોના વૈજ્ઞાનિક ડૉ. કે. સિવાને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો, જેના ફોટોગ્રાફ્સ ઇસરોએ ટ્વીટ કરી શેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ પટેલ રજાના દિવસોમાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રમાં જઇ વિજ્ઞાનલક્ષી પ્રવૃત્તિ સતત કરતો રહેતો હતો, જેને કારણે આ સિદ્ધિ તેને મળતા પરિવાર સહિત શાળામાં પણ ખુશી પ્રસરી હતી.