આવું જ કાંઈક આપણને બાયડ પેટાચૂંટણીમાં પણ જોવા મળી રહ્યું છે. અહીં આ ચૂંટણીના પ્રચારમાં પણ 'તોડબાજ' અને 'કલમબાજ' જેવા સોશિયલ મીડિયામાં થયેલા શાબ્દિક યુધ્ધ પછી મંચ પરથી 'બાયલા' અને 'નમાલા' જેવા શબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે છેલ્લે પ્રચારનું સ્તર છેલ્લી પાયરી પર પહોંચી ગયું હતું. ગત રોજ રાત્રે બાયડમાં 'ઠાકોર સમાજની દિકરી પર દુષ્કર્મ કરનારને પ્રવેશ નહીં' તેવા બોર્ડ લાગતા ચકચાર મચી ગઈ છે.
બાયડ પેટાચૂંટણી: પ્રચારમાં નેતાઓએ હદ વટાવી, મતદાન પૂર્વે પોસ્ટર વૉર શરૂ - પ્રચાર પડઘમ શાંત
બાયડ/અરવલ્લી: બાયડ વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ તો શનિવાર સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, ત્યારે આ પેટાચૂંટણીમાં આચાર સંહિતાના અમલ પહેલા થયેલા પ્રચારમાં ઘણી વખત પાર્ટી અથવા તો ઉમેદવારો ભાન ભૂલી એક બીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરતા હોય છે.
બાયડ પેટાચૂંટણી
આ લાગવેલ બોર્ડના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ગરમાવો પરાકાષ્ઠાએ પહોચ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાયડ વિધાનસભા પેટાચૂંટણી જીતવા માટે બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે, ત્યારે હવે બંને પક્ષોના નેતાઓ અને કાર્યકરો વિરોધીઓ પર આક્ષેપબાજી કરવામાં તમામ હદ વટાવી રહ્યા છે.