- પ્રચાર પ્રસાર શાંત તે પહેલા રાજકીય પક્ષોએ રેલીઓ યોજી હતી
- વિવિધ વિસ્તારમાં બાઇક રેલીનું કરવામાં આવ્યું હતુ આયોજન
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના પડધમ શાંત
અરવલ્લીઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ફકત બે દિવસ બાકી હોય રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષિત કરવા એડીચોટીનું જોર લગાવ્યુ હતું. ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો પણ નગર વિવિધ વિસ્તારમાં બાઇક રેલી યોજી હતી.
ભાજપ દ્વારા બાઇક તેમજ ફોર વ્હીલર રેલીનું આયોજન
અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના પડધમ શાંત તે પહેલા રાજકીય પક્ષો દ્વારા રેલીઓનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાજપ દ્વારા નગર ઉમિયા ચોકથી રેલીનું પ્રસ્થાન કરાવી નગર તમામ 9 વૉર્ડમાં ફેરવવામાં આવી હતી. રેલીમાં ખુલ્લી જીપમાં ઉમેદવારો અને ત્યાર બાદ પાછળ અન્ય જીપમાં નેતાઓ અને તેની પાછળ મોટી સંખ્યામાં બાઇક લઇ કાર્યકર્તાઓ જોડાયા હતા.
કોંગ્રેસે બાઇક રેલી યોજી
તો બીજી બાજુ કોંગ્રેસ પક્ષે પણ અંતિમ તબક્કાના પ્રચારમાં મોડાસામાં બાઇક રેલીનું આયોજન કર્યુ હતું. બાઇક રેલીનું પ્રસ્થાન નગરના વૉર્ડ નં 1 થી પ્રસ્થાન કરી વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરવામાં આવ્યુ હતું. આ રેલીમાં મોટી સંખ્યમાં કોંગ્રેસના ઉમેદવારો, નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા. નોંધનીય છે કે, ચૂંટણી આચાર સહિંતા નિયમ મુજબ શુક્રવાર સાંજ પછી જાહેરમાં પ્રચાર બંધ થશે, ત્યારે હવે રાજકીય પક્ષો હવે ડોર- ડોર કેમ્પેઇન કરશે.