- અરવલ્લીમાંથી કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો
- 2 પોલીસ કર્મીઓ અને અન્ય એક શખ્સ સામે ગુનો નોંધાયો
- ઝડપેલા દારૂનું બારોબારીયું ખુદ પોલીસ કર્મચારીઓ જ કરી રહ્યા છે
અરવલ્લીઃજિલ્લામાં પોલીસ કર્મચારીઓની બુટલેગર સાથેની ભાઇબંધીની વાતો ચોરેને ચોકે થઇ રહી છે, ત્યારે હવે પોલીસ કર્મચારીઓ પોતે જ બુટલેગર બની ગયા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસે ઝડપેલા દારૂનું બારોબારીયું ખુદ પોલીસ કર્મચારીઓ જ કરી રહ્યા છે. તેવી વાત બહાર આવતા હડકંપ મચ્યો છે. શુક્રવારના રોજ સવારના રોજ ઝડપેલા દારૂનું કટીંગ કરવા જઇ રહેલા LCBમાં ફરજ બજાવતા બે કર્મચારીઓની કાર પલ્ટી ખાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. કાર પલ્ટી ખાતા પોલીસ કર્મીઓ ફરાર થયા હતા. મોડાસા રૂરલ પોલીસે અરવલ્લી LCB પોલીસના 2 કર્મીઓ અને અન્ય એક શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
જાગૃત નાગરીકે કારનો પીછો કર્યો
આંતરરાજ્ય સરહદી જિલ્લા અરવલ્લીમાંથી વર્ષ દહાડે કરોડો રૂપિયાનો દારૂ પક્ડવામાં આવે છે. તેમ છતાં જિલ્લામાં અને રાજ્યમાં દારૂની રેલમછેલ છે. તે કેહવામાં અતિશયોકતિ નથી. જો કે, ઝડપાયેલા દારૂનો અમુક જ હિસ્સો નોંધવામાં આવે છે. તેવું અરવલ્લીમાં બનેલી ઘટના પરથી લાગી રહ્યું છે. શુક્રવારના રોજ સવારે LCB પોલીસે એક ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપી, SP કચેરી પાછળ કંપાઉન્ડમાં ટ્રક પાર્ક કરી હતી. જો કે, બપોર પહેલા તો LCBના બે પોલીસ કર્મચારીઓએ દારૂનું બારોબરીયું કરવાની વ્યવસ્થા પણ કરી નાખી હતી.
કાર પલ્ટી જતા LCB પોલીસના કરતુત જોવા મળ્યા