- અરવલ્લી પોલીસ એક્શન મોડમાં
- કોરોનાના કેસ વધતા તંત્ર થયું સતર્ક
- માસ્ક વિના જોવા મળેલા લોકો પાસથી દંડ વસુલવામાં આવ્યો
મોડાસા:કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા સરકારી ગાઇડલાઇન મુજબ જાહેરમાં દરેક વ્યક્તિને માસ્ક પહેરવુ ફરજીયાત છે. તેમ છતાં લોકો આ કાયદાની સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. દિવાળી પછી કોરોના વાઈરસના કેસ વધતા તંત્ર ફરીથી સાબદુ થયુ છે. અરવલ્લીના મોડાસામાં DySp ભરત બસિયા અને પોલીસ ટીમ દ્રારા માસ્ક વિના જોવા મળેલ બેદરકારો પાસેથી રૂ.1000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે આરોગ્ય વિભાગ દ્રારા હાથ ધરવામાં આવેલ રેપીડ ટેસ્ટમાં મોટા પ્રમાણમાં લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. અરવલ્લીમાં હાલ સત્તાવાર આંકડા મુજબ જિલ્લાની કોવીડ હોસ્પિટલ્સમાં 16 દર્દીઓ સારવાર હેઠળ છે.
અરવલ્લી જિલ્લાના બીજા સમાચાર