ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાંથી પોલીસે ચાઈનીઝ દોરીની ફિરકીઓ ઝડપી લીધી

ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં બજારોમાં તેનું વેચાણ થઇ રહ્યું છે, ત્યારે SOG પોલીસે મોડાસા ચાર રસ્તા પરના એક સ્ટોલ પર રેડ કરી ચાઈનીઝ દોરીની 110 ફીરીકી ઝડપી પાડી હતી. આ સાથે જ પોલીસે સ્ટોલ ધારકની અટકાયત કરી જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોડાસામાંથી પોલીસે ચાઈનીઝ દોરીની ફિરકીઓ ઝડપી પાડી
મોડાસામાંથી પોલીસે ચાઈનીઝ દોરીની ફિરકીઓ ઝડપી પાડી

By

Published : Jan 13, 2021, 11:11 PM IST

  • પોલીસે ચાઈનીઝ દોરીની ફિરકીઓ ઝડપી પાડી
  • સ્ટોલના બાકડાંના નીચે સંતાડી રાખેલી ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો
  • પોલીસે વેચાણ કરવારાની કરી અટકાયત

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકી નજીક હંગામી સ્ટોલ ચાઇનીઝ દોરીનું વેચાણ થઇ રહ્યું હોવાની બાતમીના આધારે SOGની ટીમે મોડાસા ચાર રસ્તા નજીક રેડ પાડી હતી. જેમાં દુકાનદારે સ્ટોલના બાકડાંના નીચે સંતાડી રાખેલી રૂપિયા 33,000ની કિંમતની ચાઈનીઝ દોરીની 110 ફીરકી ઝડપી પાડી છે. આ સાથે જ પોલીસે સ્ટોલના માલીક સંજય રજાજી ચૌહાણની અટકયાત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

ચાઇનીઝ દોરી પ્રતિબંધ હોવા છતાં, આવે છે ક્યાંથી એ મોટો પ્રશ્ન છે

ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં વધારે પૈસાની લાલચમાં કેટલાક પતંગ દોરીના વેપારીઓ જાહેરનામાનો ભંગ કરી ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે. આ ચાઇનીઝ દોરીથી કપાઇ જવાથી કેટલાય લોકો મોતને ભેટે છે અને પક્ષીઓ પણ જીવ ગુમાવે છે. જો કે, દારૂની જેમ ચાઇનીઝ દોરી પર પણ પ્રતિબંધ હોવા છતાં આવે છે ક્યાંથી તે મોટા પ્રશ્ન છે.

ABOUT THE AUTHOR

...view details