ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં પોલીસની ઢીલી કામગીરી, DGP શિવાનંદ ઝાએ ફટકારી નોટિસ

અરવલ્લીઃ રોજબરોજ પ્રોહિબીશનના કેસોમાં વધારો થાય છે, પરંતુ આ કેસને રાજ્ય પોલીસ વડાએ નગણ્ય ઠેરવી અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મયુર પાટીલને કાર્યપદ્વતિમાં સુધારો કરી ક્વોલીટી કેસ કરવા નોટીસ પાઠવી છે.

By

Published : Jun 8, 2019, 7:11 PM IST

Notice

રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ અરવલ્લી જિલ્લા પોલીસવડા મયુર પાટીલને નોટિસ ફટકારતા પોલીસબેડામાં ચકચાર મચી ગયો છે. રાજ્ય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝાના આદેશના પગલે અરવલ્લી જિલ્લા પોલીસે ઠેર-ઠેર દેશી દારૂના ભઠ્ઠા પર રેડ કરી 98 કેસ કરવામાં આવ્યા હતા. જો કે, આ તમામ કેસમાંથી એકપણ ગણનાપાત્ર નથી તેમ નોટીસમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત જુગારધારા હેઠળ કૅશ શોધવામાં નિષ્ફળ રહ્યા હોવાની ટિપ્પણી કરવામાં આવી છે.

રાજ્ય પોલીસ વડાએ નોટિસ ફટકારી

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં દેશી દારૂના રોજ કેસ કરવામાં આવતા હોવા છતાં નશાખોરોને રોજ દારૂ મળી રહે છે, તે જોતાં પોલીસની કામગીરી પર પણ પ્રશ્નો ઉભા થયા છે.

ABOUT THE AUTHOR

...view details