ગુજરાત

gujarat

ETV Bharat / state

બાયડમાં પ્રેમ પ્રકરણમાં યુવતીનું મોત થતા યુવકોને છોડાવવા પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પગીયાના મુવાડા ગામે ગામના જ યુવક સાથે ગુમ થયા પછી બીજા દિવસે સવારે ઘર નજીક કુવામાંથી યુવતીની મૃતદેહ મળી આવતા પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને ગામના જ પ્રેમી યુવકને ઉઠાવી યુવતીના ઘર નજીક થાંભલા પાસે દોરડાથી બાંધી માર માર્યો હતો. પોલીસે આ યુવકને છોડવાવા માટે હવામાં ત્રણ રાઉંડ ફાયરીંગ કરવા પડ્યા હતા. પોલીસે યુવકને સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં ખસેડ્યો છે.

બાયડમાં પ્રેમ પ્રકરણમાં યુવતીનું મોત થતા યુવકોને છોડાવવા પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું
બાયડમાં પ્રેમ પ્રકરણમાં યુવતીનું મોત થતા યુવકોને છોડાવવા પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું

By

Published : Dec 25, 2020, 8:38 PM IST

  • યુવતીનો અત્તો પત્તો ન લાગતા, પ્રેમીને ઘરેથી ઉઠાવી લઇ ઘર નજીક થાંભલે બાંધી દીધો હતો
  • યુવતિના પરિવારજનોએ યુવકને ઢોર માર માર્યો
  • યુવકને છોડાવા પોલીસે ત્રણ રાઉંડ હવામાં ફાયરિંગ કર્યું
  • યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે

અરવલ્લીઃ જિલ્લાના બાયડના પેગીયાના મુવાડા ગામની 20 વર્ષીય યુવતીને ગામના જ સાવન સોલંકી સાથે પ્રેમ થયો હતો. યુવતીના પરિવારજનોને આ સંબધ મંજૂર ન હોવાથી તેમણે યુવતિની સગાઈ અન્ય સ્થળે કરી લગ્ન ગોઠવી દીધી હતા. આ દરમ્યાન ગુરુવારે રાત્રે યુવતી ઘરેથી ગુમ થતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. જો કે યુવતીનો અત્તો પત્તો ન લાગતા યુવતીના પરિવારજનો તેના પ્રેમીને ઘરેથી ઉઠાવી લઇ યુવતીના ઘર નજીક થાંભલે બાંધી દીધો હતો. યુવકે વારંવાર જણાવ્યું કે, રાત્રે યુવતી તેની સાથે હોવાનું અને મોડી રાત્રે જ તેણીએ ઘર છોડી દીધું હતું.

બાયડમાં પ્રેમ પ્રકરણમાં યુવતીનું મોત થતા યુવકોને છોડાવવા પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું

યુવતિનો કુવામાં લટકેલ મૃતદેહ જોઇ પરિવારજનો ઉશ્કેરાયા

પરિવારજનો અને ટોળાએ યુવતીની શોધખોળ કરી ત્યારે ઘર નજીક અવાવરું કુવામાં યુવતિનો મૃતદેહ લટકેલ હાલતમાં જોવા મળ્યો હતો, જેથી પરિવારજનો ઉશ્કેરાયા હતા. ઉશ્કેરાયેલા પરિવારજનોએ યુવકને ઢોર માર માર્યો હતો. યુવકના પરિવારજનોએ સાઠંબા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર સ્થિતી અંગે જિલ્લા પોલીસવડાને જાણ કરી હતી.

યુવતિના પરિવારજનોએ યુવકને ન છોડતા પોલીસે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ટોળાને વિખેર્યુ

યુવકને બચાવવા ડી.વાય.એસ.પી ભરત બસીયા સહિત જિલ્લા પોલીસ કાફલો ધટના સ્થળે પહોંચ્યો હતો. યુવતીના પરિવારજનો અને ટોળાને સમજવાનો પ્રયત્ન કરવા છતા ટસના મસ ના થતા આખરે પોલીસે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ટોળાને વિખેરી કર્યું હતુ અને ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. સમગ્ર ઘટનાના પગલે પોલીસે યુવકના પરિવારજનોની ફરિયાદ લેવાની તજવીજ હાથધરી ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ABOUT THE AUTHOR

...view details