ગુજરાત

gujarat

ETV Bharat / state

ગ્રેનેડ બ્લાસ્ટના પગલે શામળાજી મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો - Aravalli

અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે ગોઢ કુલ્લા ગામમાં હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ થયા પછી શામળાજી વિષ્ણુ મંદિરમાં પોલીસ દ્વારા ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. નોંધનીય છે કે ગોઢકુલ્લામાં થયેલ હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ પિતા અને પુત્રીનું મોત થયું હતું.

ગ્રેનેડ બ્લાસ્ટના પગલે શામળાજી મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ગ્રેનેડ બ્લાસ્ટના પગલે શામળાજી મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

By

Published : Sep 9, 2021, 1:00 PM IST

  • શામળાજી મંદિરમાં પોલીસ બંદોબસ્ત વધારાયો
  • ગ્રેનેડ બ્લાસ્ટના પગલે વધુ ચુસ્ત બનાવાઈ સુરક્ષા
  • એસઆરપી ટુકડીની પણ માગ કરવામાં આવી

    શામળાજીઃ અરવલ્લી જિલ્લાના શામળાજીમાં વિશ્વ પ્રસિદ્ધ વિષ્ણુ મંદિર આવેલું છે. દેશવિદેશથી હજારો શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરવા આવે છે. તાજેતરમાં શામળાજીના ગોઢ કુલ્લા ગામમાં ગ્રેનેડ બ્લાસ્ટ થતાં શામળાજી વિષ્ણુ મંદિરમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. એસપી સંજય ખરાતે શામળાજી મંદિરની સુરક્ષા વધારીને બે હથિયારધારી પોલીસ અને એક હેડ કોન્સ્ટેબલ તહેનાત કર્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસવડાએ એસઆરપીની એક ટુકડીની પણ માગણી કરી છે.
    ગ્રેનેડ બ્લાસ્ટના પગલે સુરક્ષામાં કોઇ કચાસ ન રાખવા માગતું પોલીસતંત્ર


    મૃતક રમેશના ભાઈએ આત્મહત્યા કરતાં મામલાએ નવો વળાંક લીધો

    અત્રે નોંધનીય છે કે ગોઢ કુલ્લામાં થયેલ હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં પિતા રમેશ ઓઝા તેમજ તેની ચાર વર્ષની પુત્રીનું મોત થયું હતું.
    પ્રાથમિક તપાસમાં હેન્ડગ્રેનેડ વિસ્ફોટ થયો હોવાનું બહાર આવતા મામલાની ગંભીરતા સમજી જિલ્લા પોલીસ તેમજ એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. શામળાજી ટ્રાયબલ વિસ્તાર હોવાથી આ બાબતની તપાસ ખૂબ જ બારીકાઈથી કરવામાં આવી રહી છે. પોલીસ એફઆઈઆરમાં મૃતક રમેશ ફણેજા અને તેના મિત્ર વિનોદ ફણેજા આરોપી છે. મૃતક રમેશ ફણેજાના ભાઈએ પૂછપરછ દરમિયાન પોલીસ દમનનો આક્ષેપ કરી આત્મહત્યા કરતા મામલાએ નવો વળાંક લીધો છે.


    આ પણ વાંચોઃ અરવલ્લીમાં 4 દિવસ પહેલા થયેલો ભેદી ધડાકો હેન્ડ ગ્રેનેડથી થયો હોવાનું સામે આવ્યું, યુવકે 6 મહિનાથી ઘરમાં રાખ્યો હતો ગ્રેનેડ

ABOUT THE AUTHOR

...view details