અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા તાલુકાના બાવળીયા ગામે રહેતા સંદેશ કુમાર વકસીભાઇ જોષીયારા નામના યુવકએ તેના ઘર પાછળના આંબાના ઝાડ સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતક હિંમતનગર ખાતે પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનિંગ લઈ રહ્યો હતો અને તેની પત્ની ઇડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
ભિલોડામાં ઘરે રજા પર આવેલ પોલીસ કોન્સ્ટેબલે કરી આત્મહત્યા - પોલીસ કોન્સ્ટેબલે કરી આત્મહત્યા
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બાવળીયા ગામના 31 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલનો મૃતદેહ તેના વતનમાં ઘર પાછળ રહેલા ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. હિંમતનગર ખાતે પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનિંગ લઈ રહેલા પોલીસ જવાનના પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ છે.
ભિલોડામાં ઘરે રજા પર આવેલ પોલીસ કોન્સ્ટેબલે કરી આત્મહત્યા
જુવાનજોધ દિકરાનો મૃતદેહ ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા જ પરિજવાજનો માથે આભ ફાટ્યું હતું. આ ઘટનાની જાણ ભિલોડા પોલીસને કરતા ભિલોડા પોલીસ ઘટનાસ્થળે તાત્કાલીક પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી હતી. જોકે આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે.