શામળાજી: શામળાજી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 8 પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધર્યુ હતું. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા ટ્રકને અટકાવીને તલાશી લેતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
શામળાજી પોલીસે રૂપિયા 10.98 લાખના વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપ્યા - અરવલ્લીના સમાચાર
અરવલ્લી જિલ્લાની શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાં વોચ ગોઠવી રાજસ્થાન તરફથી આવતા ટ્રકમાંથી રૂપિયા 10.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

વિદેશી દારૂનો જથ્થો
ટ્રકમાં નકામાં કપડાની બોરીઓ પાછળ સંતાડેલો રૂપિયા 10,98 લાખની કિંમતીના વિદેશી દારૂની 2928 બોટલ મળી આવી હતી . પોલીસે પંજાબના ટ્રક ચાલક મિથલેસ પ્રમોદ પ્રસાદ પાંડે અને ગુરબચન સિંહ સિંકારા સિંહ જાટની ધરપકડ કરી હતી. ટ્રકમાં નકામા કાપડની બોરી, મોબાઈલ મળી કુલ રૂપિયા 21 લાખ 66 હજાર 925નો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.