- અરવલ્લીના મોડાસામાં તસ્કર રાજ
- છેલ્લાં ચાર દિવસથી રોજ બની રહી છે ચોરીની ઘટનાઓ
- નગરજનોમાં ફફડાટ વ્યાપ્યો
- મુંબઈ ગયેલાં વકીલના ઘરમાં દોઢ લાખ રોકડ સહિત 10 લાખની મતા ચોરાઈ
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં જાણે કાયદો અને વ્યવસ્થા સ્થિતિ કથળી રહી હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં આઠ ચોરીની ઘટનાઓ બનતા નગરજનોમાં ફફડાટ વ્યાપ્યો છે. જેમાં બુધવારની રાત્રિએ ચોરીની વધુ એક ઘટના બની છે. મોડાસાના કોલેજ રોડ પર આવેલા ફેજે રસૂલમાં રહેતા એડવોકેટ પરિવાર સાથે મુંબઈમાં સમાજિક પ્રસંગમાં ગયાં હતાં તે દરમિયાન તેમના બંધ મકાનમાં ચોરી થઇ હતી. તસ્કરોએ દરવાજાને મારેલ લોક નકુચા સાથે તોડી, મકાનમાં પ્રવેશ કરી 20 તોલા સોનાના દાગીના અને રૂપિયા 1.5 લાખ રોકડ રકમ સાથે અંદાજિત 10 લાખની ચોરી કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જો એક પછી બની રહેલી ચોરીની ઘટનાઓને લઇ લોકોમાં દહેશત છવાઇ છે.મોડાસામાં ફેજે રસૂલ સોસાયટીમાં મકરાણી પરિવારના ઘરમાં તસ્કરોનો હાથફેરો
- ચાર દિવસમાં ચોરીની આઠ ઘટનાઓ
મોડાસામાં પોલીસ નીંભર નિદ્રામાં? ચાર દિવસથી રોજ બની રહી છે ચોરીની ઘટનાઓ - Modasa Police
અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં આવેલા ફેજે રસૂલ સોસાયટીમાં મકરાણી પરિવાર મુંબઇ સામાજિક પ્રસંગમાં ગયાં હતાં તે દરમિયાન તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી 20 તોલા સોનુ તેમ જ દોઢ લાખ રોકડ મળી 10 લાખની મત્તાની ચોરી કરી હતી. નોંધનીય છે કે અરવલ્લીમાં છેલ્લા ચાર દિવસમાં તસ્કરોએ આઠ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો.

મોડાસામાં પોલીસ નીંભર નિદ્રામાં? ચાર દિવસથી રોજ બની રહી છે ચોરીની ઘટનાઓ
સોમવાર: મોડાસાના કાબોલાની પેપર મિલમાં 6 લાખ રૂપિયા રોકડા લઈ તસ્કરો ફરાર
મંગળવાર : ત્રણ રહેણાંકના મકાનો અને બે દુકાનોમાં ચોરી
બુધવાર : પોલીસ ક્વાટર્સમાં રહેતા પોલીસ કર્મચારીના ઘરમાંથી રૂ.1.89 લાખ રોકડની ચોરી
ગુરૂવાર : ફૈજે રસૂલ સોસાયટીમાં 10 લાખની મતાની ચોરી