- પોલીસે ફરાર બુટલેગરોને ઝડપ્યાં
- ધનસુરા પોલીસે 11 વર્ષથી ફરાર બુટલેગરને અમદાવાદથી ઝડપી પાડ્યો
- 6 થી વધુ ગુનામાં વોન્ટેડ કુખ્યાત બુટલેગરને ભિલોડા પોલીસે ઝડપી પાડ્યો
અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા તાલુકાના જેશીંગપુર ગામનો નામચીન બુટલેગર નેરીયુસ ઉર્ફે લાલો છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી દુર હતો. પોલીસને બાતમી મળી હતી કે, બુટલેગર તેના ગામ જેસીંગપુર આવ્યો છે. બાતામીના આધારે જેસીંગપુર પાટીયા નજીક કુખ્યાત બુટલેગર નેરીયુસ જોવા મળતા પોલીસે તેનો પીછો કર્યો હતો. જોકે બુટલેગરે ખેતર તરફ દોટ મુકતા, પોલીસની ટીમે તેનો ફીલ્મી ઢબે ખેતરમાં પીછો કર્યો હતો. લગભગ ત્રણ કિલોમીટર સુધી આરોપી પાછળ દોડ્યા બાદ આખરે તેને ઝડપી પાડ્યો હતો.