નિયોન ફ્યુલ્સ ખાતે મોકડ્રીલના સિનારીયો કંપની ખાતે LPG ટેન્કર સાથેની પાઈપ લાઇનમાં LPGનુ લોડીંગ થઇ રહ્યુ હતુ. તે દરમિયાન વાલ્વમાંથી લીકેજ થયેલા ગેસને સ્પાર્ક મળતા લાગેલી આગને કાબુમાં કરવાનું હોવાનુ ધારીને આ ઇર્મજન્સીને કાબુમાં લેવા માટે કારખાનામાં ઉપલબ્ધ ફાયર સેફટી એન્ડ મેડીકલ ટીમો દ્રારા પ્રયત્ન કરવા છતાં આગ કાબુમાં ન આવતા આ ઇમર્જન્સીને "ઓફ સાઇટ ઇર્મજન્સી" જાહેર કરવામાં આવેલી હતી. તથા મદદ માટે ડીસ્ટ્રીકટ ક્રાઈસીસ ગૃપના તમામ સભ્યોને ટેલીફોનીક જાણ કરવામાં આવી હતી.
અરવલ્લીના ભિલોડામાં ક્રાઇસીસ ગૃપ દ્રારા મોકડ્રીલનું આયોજન - arl
અરવલ્લીઃ જોખમી કેમીકલ કારખાનાઓમાં સંભવિત અકસ્માત સર્જાઈ ત્યારે ઇર્મજન્સીના સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્રારા તાત્કાલિક મદદ મળી રહે તેમજ તેઓમાં સતર્કતાનું પ્રમાણ જળવાઇ રહે તે હેતુસર મોકડ્રીલનું આયોજન કરવામાં આવતુ હોય છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપ દ્રારા જિલ્લાના ભિલોડા તાલુકાના ખોંડબા ખાતે શનિવારના રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સ્પોટ ફોટો
નિયોન ફ્યુલ્સ ખાતે યોજેલી મોકડ્રીલમાં આગને કાબુમાં લેવા ઘટના સ્થળે જિલ્લા વહીવટી તંત્ર અને ડીસ્ટ્રીક્ટ ક્રાઈસિસ ગૃપનાં સભ્યો, અધિકારીઓ તેમજ વિવિધ એજેન્સીઓમાં ફાયર બ્રિગેડ ટીમ, એમ્બ્યુલન્સ અને મેડીકલ ટીમ, પોલિસ વિભાગની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી.
આ મોકડ્રીલ સમયે જિલ્લા કલેકટર એમ. નાગરાજન, નિવાસી અધિક કલેકટર વલવી, ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેકટર, નિયોન ફ્યુલ્સના માલિક તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.