- કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો
- ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો
- ગુજરતામાં ભાવ ઓછો હોવાથી રાજસ્થાનના લોકો ઈંધણ ભરાવવા આવી રહ્યા છે
અરવલ્લી :તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price) પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે. આ બાદ, ગુજરાત સરકાર દ્વારા પણ બન્નેના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાતના પાડોશી રાજ્યોમાં હજૂ સુધી પેટ્રોલ-ડીઝલની (Petrol Price IN Gujarat) કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. આથી, ત્યાના વાહન ચાલકો ગુજરતા બોર્ડ પાસે પેટ્રોલ ભારવવા આવે છે.
બન્ને રાજ્યોમાં પેટ્રોલમાં 16.90 રૂપિયાનો ફર્ક
ગુજરાતમાં રાજસ્થાન કરતા પેટ્રોલ-ડીઝલનો ભાવ ઓછો હોવાથી રાજસ્થાનના લોકો ગુજરાતમાં પેટ્રોલ ભરાવવા આવે છે. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પાસે આવેલા બન્ને જિલ્લા અરવલ્લીમાં 96.10 (પેટ્રોલ), 90.09 (ડીઝલ)નો ભાવ છે અને ડુંગરપુરમાં 113.00 (પેટ્રોલ), 97.48 (ડીઝલ)નો ભાવ છે, આથી બન્ને રાજ્યોમાં પેટ્રોલમાં 16.90 રૂપિયા અને ડીઝલમાં 7.39 રૂપિયા ભાવ છે.