અરવલ્લીઃ કોરોનાવાયરસના પગલે દેશમાં સામાજિક તાળાબંધી કરવામાં આવી છે. જેના કારણે લોકોના થોડીક નકારાત્મકતા પણ આવી ગઈ છે. જેથી લોકોને સકારાત્મકતા તરફ લઈ જવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજના 9:00 વાગે દીપ પ્રગટાવવાનું આહ્વાન કર્યું હતું. જેના પગલે અરવલ્લી જિલ્લાના મોડાસામાં લોકોએ તમામ લાઇટ બંધ કરી દીપ પ્રગટાવ્યાં હતાં.
મોડાસામાં લોકોએ દીપ પ્રાગટ્ય કરી એકતાનો આપ્યો સંદેશ - કોરોનાવાઈરસ ન્યૂઝ
મોડાસામાં લોકોએ વડાપ્રધાનની અપીલને સમર્થન આપી દીપ પ્રગટાવ્યાં હતાં. લોકોએ ઘરની લાઈટો બંધ કરી અગાશી, બાલ્કની, અને ઘરના આંગણે દીવો પ્રગટાવી એકતાનો સંદેશ આપ્યો હતો.
arvalli
વડાપ્રધાનની દીપ પ્રાગટ્યની અપીલને દેશની જનતાએ સમર્થન આપ્યું છે. અરવલ્લીના મોડાસામાં બધા લોકોએ લાઈટ બંધ કરી રાત્રે નવ વાગ્યો દીપ પ્રગટાવ્યાં હતા. લોકોએ અગાસી, બાલ્કની તેમજ ઘરના આંગણે દિપક, મીણબત્તી, ટોર્ચ લાઈટ અને ફ્લેશ લાઈટ દ્રારા પ્રકાશ પાડી કોરોના સામેની લડાઈમાં એકતાનો સંદેશ આપ્યો હતો.
Last Updated : Apr 6, 2020, 5:57 PM IST