- અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વાહન ચાલકોને અપાતા મેમાથી લોકો પરેશાન
- પરિવારમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ હોવાથી લેબોરેટરી રિપોર્ટ લેવા નીકળેલા યુવકની બાઇક ડિટેઇન કરાઇ
- મેડિકલ ઇમરજન્સીમાં હોવા છતાં યુવકની બાઇક ડિટેઇન કરાઇ
અરવલ્લી : જિલ્લાના મોડાસામાં છેલ્લા કેટલાક દિવસથી પોલીસ અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને ખોટી રીતે પરેશાન કરવામાં આવતા હોવાની રાવ ઉઠી છે. ગરીબ જનતા છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારીનો સામનો કરી રહી છે, ત્યારે એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ લોકડાઉનના કારણે ધધાં રોજગાર અને નોકરીઓ છૂટી ગઈ છે. આ સંજોગોમાં નાના વાહન ચાલકોના વાહનો ડિટેઈન કરી દંડની રકમો ભરાવતાં જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. મોડાસામાં એક યુવકના પરિવારમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ હોવાથી લેબોરેટરી રિપોર્ટ લેવા માટે જઇ રહ્યો હતો. જે દરમિયાન બસ સ્ટેશન નજીક લીઓ પોલીસ ચોકી પાસે ટાઉન PSI તેને ઉભો રાખીને મેમો આપી દીધો હતો. મેડીકલ ઇમરજન્સી હોવા છતાં યુવકની બાઇક ડિટેઇન કરવામાં આવતા તે મુશ્કેલીમાં મૂકાયો હતો.
આ પણ વાંચો -મોડાસામાં અકસ્માતની ઘટનામાં જિલ્લા પોલીસ વડાએ DYSPને તપાસ કરવા આદેશ આપ્યો