ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં કરોડોનું ઉઠામણું કરનાર ક્રેડીટ સોસાયટી અંગે લોકોએ કલેકટરને આપ્યું આવેદનપત્ર - Application letter to the Collector regarding Lebhagu Savings Society in Aravalli

કેટલાક લેભાગુ તત્વો બચત મંડળી ઉભી કરી ઉંચા વ્યાજની લાલચ આપી લોકોની ભેગી કરેલી કમાણીનું ઉઠમણું કરી નાખે છે. અરવલ્લી જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં કરોડો રૂપિયા ઉઘરાવી 10 જેટલી ક્રેડીટ સોસાયટીઓએ ઉઠમણું કર્યુ છે. આવી ક્રેડીટ સોસાયટીઓના થાપણદારોએ જિલ્લા કલેકટરને આવદેનપત્ર આપી પોતાના ડુબેલા નાણાં પાછા લાવી આપવા રજૂઆત કરી હતી.

etv bharat
અરવલ્લી: કરોડોનું ઉઠામણું કરનાર ક્રેડીડ કંપનીઓ અંગે લોકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

By

Published : Sep 15, 2020, 7:41 AM IST

અરવલ્લી: જિલ્લામાંથી 700 કરોડ કરતા વધારે રૂપિયા ઉઘરાવીને ઉઠામણું કરીને 10 જેટલી ક્રેડીટ સોસાયટીઓ પલાયન કરી ગઇ છે. જેમાં બચત કરનાર ગરીબ અને પરિશ્રમી વર્ગના રૂપિયા સલવાયા છે. આવા કોરોનાના કપરા સમયમાં આ રૂપિયા જીવના ગુજારવાનો આધાર બની શકે તેમ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના થાપણદારો પોતાની પરસેવાના રૂપિયા પાછા મેળવવા દર દર ભટકી રહ્યા છે.

અરવલ્લી: કરોડોનું ઉઠામણું કરનાર ક્રેડીડ કંપનીઓ અંગે લોકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

છેતરપીંડીનો ભોગ બનેલા વ્યક્તિઓએ જિલ્લાના ધારાસભ્યોને મળીને પોતાની વ્યથા જણાવી હતી. તેમજ જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરને આવદેનપત્ર આપી વિનંતિ કરી હતી, કે લાચાર જનતાના કરોડો રૂપિયા પચાવી પોતે વૈભવી જીવન જીવી રહેલા કૌભાંડીઓ પર ત્વરિત પગલા ભરી ગરીબ જનતાના મહેનતના રૂપિયા પરત અપવવામાં આવે. અરજદારોએ આદર્શ ક્રેડીટ સોસાયટી, અર્બુદા ક્રેડીટ સોસાયટી, સહારા ઇન્ડિયા પરિવાર, સમૃદ્વ જીવન , સગુન , પલ્સ ઇન્ડીયા , જે.કે એમ એમ ,અને ભવિષ ક્રેડીટ જેવી લે ભાગુ બચત મંડળીઓમાં ડુબેલા રૂપિયા પાછા નહિ મળે ત્યાં સુધી સમગ્ર ગુજરાતભરમાં આંદલોન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.



ABOUT THE AUTHOR

...view details