ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના મેઘરજમાં પાણી વિતરણ ચાર દિવસે થતા લોકો પરેશાન

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના છેવાડે આવેલ મેઘરજ ગામ 15 હજારની વસ્તી ધરાવે છે. હાલ આકરા ઉનાળામાં પાણીની ભારે અછત છે. નગરના અલગ-અલગ વિસ્તારોમાં એકાંતરે દિવસે પાણી અપાતું હતું, તેવામાં ગ્રામપંચાયત સત્તાધીશોએ 8 જૂનથી દર ચાર દિવસે પાણી આપવાનું ઠરાવતા નગરજનોમાં ચિંતા પ્રસરી છે.

By

Published : Jun 9, 2019, 7:36 PM IST

સ્પોટ ફોટો

ચાર દિવસે પાણી આપવાના નિર્ણયથી લોકોને પૂરતું પાણી ન મળતું હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ ગ્રામજનોએ માંગ કરી છે, જેનાથી લોકોને પૂરતું પાણી મળી શકે. આ બાબતે મેઘરજ નગરના સરપંચનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, મેઘરજમાં હાલ જે પાણી આપવાની વ્યવસ્થા છે તેમાં વારીગૃહ આવેલા બોર તેમજ કુવાના સ્તરબિલકુલ નીચા ગયા છે અને જો વરસાદ વધુ ખેંચાય અને પાણીની અછત ઉભી ના થાય તે પરિસ્થિતી પંચાયત દ્વારા પાણી ચાર દિવસે આપવાનો નિર્ણય કરાયો છે.

મેઘરજ નગરમાં પાણી વિતરણ ચાર દિવસે થતા લોકો ચિંતીત

ચાર દિવસે પાણી આપવાનો નિર્ણય તો કર્યો પણ પાણી પૂરતું ન આવતા, ગ્રામજનોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details