ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લા સેવા સદનમાં લેપટોપમાં ખામી સર્જાતા આધાર કાર્ડના અરજદારોને હાલાકી - People are disturbed due to laptop problem in Aravalli District Service House

અરવલ્લી જિલ્લામાં આધારકાર્ડ કઢાવવા જતા અરજદારોને સર્વર ડાઉન હોવાથી તેમજ એજન્સીના કર્મચારીઓનું લેપટોપ બંધ થઇ જતા આધારકાર્ડની કામગીરી અટકાવી દેવામાં આવી હતી, જેથી અરજદારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વહેલી સવારથી આધારકાર્ડ કઢાવવા ઉભેલા લોકોએ હોબાળો કરી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી, પરંતુ અરજદારોની રજૂઆત તંત્રના બહેરા કાને અથડાઈ પરત ફરી હતી.

અરવલ્લી જિલ્લા સેવા સદનમાં લેપટોપ બગડતા આધાર કાર્ડના અરજદારો પરેશાન
અરવલ્લી જિલ્લા સેવા સદનમાં લેપટોપ બગડતા આધાર કાર્ડના અરજદારો પરેશાન

By

Published : Oct 8, 2020, 7:48 PM IST

મોડાસાઃ છેલ્લા ચાર માસથી બંધ આધાર કાર્ડની કામગીરી એક અઠવાડીયા પહેલા શરૂ કરવામાં આવી છે. જેથી અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીએ આધારકાર્ડ કાઢવા અરજદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં અરજદારો વહેલી સવારથી જ લાઈનમાં ગોઠવાઈ જાય છે.

અરવલ્લી જિલ્લા સેવા સદનમાં લેપટોપ બગડતા આધાર કાર્ડના અરજદારો પરેશાન

વહેલી સવારથી આધારકાર્ડ કઢાવવા આવેલ અરજદારો ઓપરેટરના લેપટોપમાં ખામી સર્જાતા નિરાશ થયા હતા. લેપટોપ રીપેર થયા પછી આધારકાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું જણાવતા આધારકાર્ડ કઢાવવા લાઈનમાં ઉભા રહેલા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો અને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી હતી. જો કે, અધિકરીઓ અરજદારોની રજૂઆત અનસુની કરી હતી.

ABOUT THE AUTHOR

...view details