મોડાસા સહિત અરવલ્લી જિલ્લાના તમામ ટેકાના ભાવે મગફળી ખરીદ સેન્ટર પર ખરીદી 1 નવેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. જો કે, માવઠાના કારણે ખરીદી સ્થગિત કરી 18 નવેમ્બરના રોજ પૂન: શરૂ કરવામાં આવી હતી. જે 31 જાન્યુઆરી સુધી ચાલશે.
અરવલ્લીમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનું ચૂકવણું પૂરઝડપે શરૂ - peanuts in Aravalli latest news
અરવલ્લી: મોડાસા સહિત અરવલ્લી જિલ્લાના 6 સેન્ટરો પર 14,500 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી હતી. જેમાંથી 7,756 ખેડૂતોએ મગફળી વેચી છે. આ ખેડૂતોમાંથી 75 ટકા ઉપર ખેડૂતોની મગફળીના નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે.
અરવલ્લી
અત્રે ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં અરવલ્લીમાં મગફળીના નાણાંની ચૂકવણી મંદગતિએ થઈ રહી હતી. જો કે, મીડિયામાં સમાચાર આવતા હવે પેમેન્ટની પક્રિયા ઝડપી કરવામાં આવી છે.