ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસાની BOBમાં ATM અને એન્ટ્રી મશીન વારંવાર ખરાબ થતા ખાતેદારો પરેશાન - aravalli

અરવલ્લીઃ જિલ્લાના મુખ્ય મથક મોડાસાની BOB બેંકમાં વારંવાર ATM મશીન અને પાસબુક એન્ટરી મશીન ખરાબ થઇ જતા ખાતેદારો પરેશાન થઈ ગયા છે. છેલ્લા 15 દિવસથી બંધ મશીન આજે ચાલુ થયું હતું.

સ્પોટ ફોટો

By

Published : Apr 26, 2019, 5:22 PM IST

Updated : Apr 26, 2019, 8:06 PM IST

હાલ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવક વેરો ભરવાનો સમય ચાલી રહ્યો હોવાથી પાસબુક એન્ટ્રી કરાવવા માટે ખાતેદારોનો ઘસારો રહે છે. તેવા જ સમયે BOB બેંકમાં પાસબુક એન્ટ્રી મશીન ખરાબ થતા ખાતેદારોને ના છૂટકે પૈસા ભરી સ્ટેટમેન્ટ લેવા પડે છે.

મોડાસાની BOBમાં પાસબુક એન્ટ્રી મશીન અને ATM વારંવાર ખરાબ થતા ખાતેદારો પરેશાન

આ ઉપરાંત પાસબુક એન્ટરી મશીન બેંકની અંદર હોવાના કારણે જેટલા ગ્રાહકો બેંકમાં અન્ય કામકાજ માટે આવતા હોય.અને તેના કરતાં બમણાં ખાતેદારોતો માત્ર પાસબુક પ્રિન્ટ માટે આવતા હોય છે. જ્યારે બેંકનુ પાસબુક એન્ટરી મશીન બંધ હતું તે દરમ્યાન ખાતેદારોને જે તકલીફ પડી તે બદલ મેનેજરે ખેદ વ્યક્ત કર્યો હતો.જ્યારે બીજી બાજુ ગ્રાહકો સાથે મેનજરે પણ માંગ કરી રહયા છે. કે પાસબુક એન્ટરી મશીન બેંક બહાર કોઈ અન્ય જગ્યા એ ખસેડવામાં આવેતો ખાતેદારોને વધુ સુવિધાજનક રહેશે અને ખાતેદારો બેંકના કામકાજ સિવાયના સમય દરમિયાન પણ એન્ટ્રી કરાવી શકશે જેથી બેંકમાં ખોટી ભીડ પણ નહીં થાય.

અત્રે ઉલ્લેખનીય છે કે મોડાસાની BOB બેંકમાં 50000 ખાતેદારો છે. ત્યારે બેંકિંગ સેવા વધુ સરળ અને સુવિધાજનક બને તેવું ગ્રાહકો ઇચ્છિ રહ્યા છે.

Last Updated : Apr 26, 2019, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details