ગુજરાત

gujarat

ETV Bharat / state

આ દિવ્યાંગ કલાકારનું એવું કામ કે જે લોકોમાં બન્યો ચર્ચાનો મુદ્દો, જૂઓ તેમની કારીગરી - 40 કલાક સુધી સળગતો અખંડ દીવો

વર્ષો પહેલા મોટા ભાગના લોકો માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. જોકે સમય જતાં હવે માટીના વાસણોનો વપારાશ ઓછા થતા માટી કળા પણ વિસરાઈ રહી છે. બાયડ ના સરસોલી ગામના ગીરીશભાઇ (paralyzed artist of Bayad) આજે પણ માટીનો અખંડ દીવો (unbroken lamps Arrvalli) બનાવે છે .

Bayad
Bayad

By

Published : Feb 7, 2022, 2:38 PM IST

અરવલ્લી: આમ તો માટીના માટલાનું ચલણ આજે પણ છે પણ માટીના વાસણો વિસરાઈ ગયા છે. વર્ષો પહેલા અનેક જાતના માટીના વાસણોનો ઉપયોગ કરવામાં આવતો પરંતુ હવે ધાતુના વાસણોની ઉપલબ્દ્ધતાને લઈને ઘરમાં માટીના વાસણો જવલ્લેજ જોવા મળે છે. માટીના વાસણોના ઉપયોગથી લોકો બીમાર પણ ઓછા પડતા હતા. આજે પણ બાયડના સરસોલી ગામના (Artist of Arrvalli make unbroken lamps) ગીરીશભાઈએ પૂર્વજોની માટી કળા જાળવી માટીના વાસણો બનાવે છે.

આ દિવ્યાંગ કલાકારનું એવું કામ કે જે લોકોમાં બન્યો ચર્ચાનો મુદ્દો, જૂઓ તેમની કારીગરી

આ પણ વાંચો: Reopened Schools In Gujarat: બગીચાના ફુલ ફરી બુકેમાં ગોઠવાયા, આજથી રાજ્યમાં ઓફલાઇન શિક્ષણ શરૂ

એક અખંડ દીવાની કિંમત રૂપિયા 250 છે

આ પણ વાંચો: Murder In Surat: સુરતમાં અજાણ્યા શખ્સો દ્વારા ચાકુના ઘા મારી સિક્યુરિટી ગાર્ડની કરાઈ હત્યા

ગીરીશભાઈએ પ્રાચીન સમયમાં જોવા મળતો માટીનો એક અનોખો દિવો તૈયાર કર્યો છે. માટીના દિવામાં તેલ અથવા ઘી પુરવામાં આવે તો તે 40 કલાક સુધી સળગતો રહે છે તેવું ગીરીશ ભાઈનું કહેવું છે. એક દીવો બનાવવામાં ચાર કલાકનો સમય લાગે છે. એક અખંડ દીવાની કિંમત રૂપિયા 250 છે અને આ દિવાની માગ પણ ધીમે ધીમે વધી રહી છે. બાયડના સરસોલીમાં પ્રજાપતિ સમાજના 50 પરીવાર રહે છે પરંતુ ફક્ત ગીરીશભાઈ જ આ વ્યવસાય કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details