- અરવલ્લીના ગાબટમાં દીપડાએ ખેડુત પર હુમલો કર્યો
- દિપડાએ વન વિભાગની રેસ્ક્યુ ટીમને થાપ આપી
- ખેડૂતે દિપડાને પ્રતિકાર કરતાં સામાન્ય ઈજા પહોંચાડી નાસી છુટ્યો
અરવલ્લીઃ જિલ્લામાં તાજેતરમાં કેટલાક સ્થળોએ દિપડાઓ જોવા મળ્યા છે. કેટલાક સ્થળોએ પશુઓનું મારણ કરી રહ્યા હોવાની સાથે ગાબટમાં ખેડૂત પર હુમલો કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. શનિવારે વહેલી સવારે બાયડના ગાબટ ગામે રહેણાંક વિસ્તારમાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા વનવિભાગ તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. તેમજ દિપડાના રેસ્ક્યુની કવાયત હાથ ધરી હતી.
દીપડાએ ખેડૂત પર કર્યો હુમલો
બાયડ તાલુકાના ગાબટ ગામે દીપડાએ એક ખેડુત પર વહેલી સવારે હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગાબટ ગામે સરકારી દવાખાના પાછળના વિસ્તારમાં રહેતા દિનેશ વણકર શનિવારે વહેલી સવારે ઘરની બહાર આવેલા તબેલામાં દુધ દોહવા માટે નિકળ્યા હતા. આ સમયે વાડામાં સામે બેસેલા દીપડાએ દીનેશ વણકર પર હુમલો કર્યો હતો. જોકે ગભરાયા વિના ખેડૂતે તેનો પ્રતિકાર કરતાં દીપડો સામાન્ય ઈજા પહોંચાડી નાસી છુટયો હતો.
દીપડાને ઝડપી પાડવા આણંદથી નિષ્ણાંત ટીમ બોલાવી