- વિશ્વકર્મા જયંતી નિમિત્તે જાહેર રજા રાખવાની માંગ
- મોટી સંખ્યામાં પંચાલ સમાજના યુવાનો કલેકટર કચેરીએ પહોંચ્યા
- નાનાં મોટા ઉદ્યોગોથી જોડાયેલ લોકો પૂજા અર્ચનાથી વંચિત
અરવલ્લી : ગુજરાત પંચાલ યુવા સંગઠન અને સમાજના અગ્રણીઓ દ્વારા મંગળવારે ભગવાન વિશ્વકર્મા જયંતી નિમિત્તે જાહેર રજા રાખવા આવે ને માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં પંચાલ સમાજના યુવાનો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.
ભગવાન વિશ્વકર્માની જયંતિ મહા સુદ તેરસના દિવસે ઉજવામાં આવે
વાસ્તુકલાના દેવ ભગવાન વિશ્વકર્માની જયંતિ મહા સુદ તેરસના દિવસે ઉજવામાં આવે છે.આ દિવસે ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ ઉત્સવની ઉજવણી સુથાર, પંચાલ, લુહાર, કડિયા, સોની સમાજના લોકો કરે છે. જોકે આ દિવસે જાહેર રજા ન હોવાથી સરકારી, બેન્કિંગ, કારખાના અને નાનાં મોટા ઉદ્યોગોથી જોડાયેલ લોકો પૂજા અર્ચનાથી વંચિત રહી જાય છે.