- મોડાસાની એક ખાનગી હોસ્પિટલની બહાર જોવા મળ્યો બાયો મેડિકલ વેસ્ટ
- જાગૃત જનતાએ કરી તંત્રને ફરીયાદ
- વેસ્ટને કારણે સંક્રમણ ફેલાવવાનો ખતરો
મોડાસા: એક તરફ કોરોનાની મહામારી ચરમસીમા પર છે ત્યારે બીજી તરફ કોવિડ હોસ્પિટલ્સમાં સફાઈ પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લના બાયડમાં દહેગામ રોડ ઉપર આવેલી એક ખાનગી હોસ્પિટલની નીચે બાયો મેડીકલ વેસ્ટના ઢગલા જોવા મળતા લોકો માં રોષ જોવા મળ્યો હતો.
હોસ્પિટલની બહાર બાયો મેડિકલ વેસ્ટના ઢગલા
અરવલ્લી જિલ્લામાં હાલ કોવિડ હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઇ રહી છે. કેટલીક ખાનગી હોસ્પિટલ્સમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આમાંથી અમુક હોસ્પિટલ્સ, સફાઇ પ્રત્યે બેદરકારી રાખી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. જિલ્લાના બાયડ નગરમા એક ખાનગી હોસ્પિટલની નીચે બાયો મેડીકલ વેસ્ટના ઢગલા જોવા મળ્યા હતા.