ગુજરાત

gujarat

ETV Bharat / state

ટેકાના ભાવે ચણાની ખરીદીમાં 100 મણનો ઘટાડો કરાતા અરવલ્લીના ખેડૂતોમાં રોષ - ટેકાના ભાવ

સરકાર ટેકાના ભાવે પહેલા એક એક ખેડૂત પાસેથી 125 મણ ચણા ખરીદતી હતી પરંતુ હવે એક ખેડૂત પાસેથી માત્ર 27 મણ જ માલ ખરીદવાનો નિર્ણય કરતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Chickpeas
Chickpeas

By

Published : Jun 4, 2020, 8:21 PM IST


મોડાસાઃ સરકારે ટેકાના ભાવથી સહકારી સંસ્થા ગુજકોમાસોલ મારફતે ચણાની ખરીદી ચાલુ કરી હતી. શરૂઆતમાં એક ખેડૂત પાસેથી 125 મણ ચણા ખરીદવામાં આવતા ખેડૂતોને રાહત થઇ હતી. જોકે હવે એક ખેડૂત એના ખેતરનો દોઢ હેક્ટરના વધુમાં વધુ 27 પણ ચણા વેચી શકે છે. આ નિયમથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકાર ટેકાના ભાવે 985 રૂપિયા આપે છે, જ્યારે ખુલ્લા બજારમાં 850 રૂપિયા મળે છે. પંરતુ સરકારે એક ખેડુત પાસેથી ટેકાના ભાવે ફક્ત 27 મણ જ ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવુ છે કે 27 મણ કરતાં વધુનો માલ હોય તો બાકીનો માલ ક્યાં લઈને જવું..? આ ઉપરાંત ખેડૂતોનું કહેવુ છે કે વાહનમાં 27માં લઈને ખરીદ કેન્દ્ર પર જ્યારે જવાનું થાય છે ત્યારે આખો દિવસ બગડે છે તેની સામે આવવા-જવાનો ડીઝલ ખર્ચ પણ મળતો નથી.



ABOUT THE AUTHOR

...view details