ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી SP કચેરીથી ફકત 200 મીટર દૂર તસ્કરોએ હાથસાફ કર્યો - arvalli samachar

અરવલ્લીઃ મોડાસા શહેરના શામળાજી રોડ પર જિલ્લા પોલીસવડાની કચેરી સામે અને ફક્ત 200 મીટર દૂર આવેલી તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગમાં બુરખાધારી તસ્કારોએ આતંક મચાવ્યો હતો .

etv bharat
અરવલ્લી SP કચેરીથી ફકત 200 મીટર દુર તસ્કરોએ હાથસાફ કર્યો

By

Published : Dec 23, 2019, 9:22 PM IST

શૈક્ષણિક સંસ્થા હોવાના કારણે તસ્કરોને ફકત 20 હજાર રૂપિયા જ હાથ લાગ્યા હતા. જો કે, સતત 4 કલાક સુધી અલગ-અલગ ઓફિસમાં તિજોરી અને કબાટમાં તોડફોડ કરી હતી.

અરવલ્લી SP કચેરીથી ફકત 200 મીટર દુર તસ્કરોએ હાથસાફ કર્યો

તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસમાં મધ્ય રાત્રીએ અજાણ્યા 5 થી વધુ લૂંટારુઓ પ્રવેશ કરી ચોકીદારની ફરજ બજાવતા વિક્રમસિંહ અરવિંદસિંહ રાઠોડને માર મારી હાથ પગ બાંધી મોઢામાં ડૂચો મારી બંધક બનાવી ઘટનાને અંજામ આપ્યો હતો.

સમગ્ર ઘટનાની જાણ કોલેજના મેનેજમેંટને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મોડાસા શહેર પોલીસ સ્ટેશન ખાતે ઘટનામાં ભોગ બનનાર ચોકીદારને સાથે રાખી પોલીસ ફરિયાદ નોંધાવી હતી, સમગ્ર ઘટનાની પોલીસે ઝીણવટ ભરી તપાસ આરંભી આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details