ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રીરામ મંદિર ભૂમિ પૂજન ઉત્સવ પર ગાયત્રી પરિવાર દ્વારા ઓનલાઈન ભજન સંધ્યા યોજાઈ - Gayatri Consciousness Center Modasa

શ્રીરામ મંદિર ભૂમિ પૂજન ઉત્સવ પર અરવલ્લી જિલ્લાના ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ઓનલાઈન ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો.

શ્રીરામ મંદિર ભૂમિ પૂજન ઉત્સવ પર ગાયત્રી પરિવાર દ્વારા ઓનલાઈન ભજન સંધ્યા યોજાઈ
શ્રીરામ મંદિર ભૂમિ પૂજન ઉત્સવ પર ગાયત્રી પરિવાર દ્વારા ઓનલાઈન ભજન સંધ્યા યોજાઈ

By

Published : Aug 6, 2020, 8:29 PM IST

અરવલ્લી: અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિર ભૂમિ પૂજન પવિત્ર ઉત્સવ ભારતભરમાં ઉજવાયો હતો. ત્યારે ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા ખાતે ઘંટારવ તથા મંત્ર ધૂનનો નાદ સતત ગુંજતો રહ્યો, આ નિમિત્તે ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે તેમજ સૌ પરિજનો દ્વારા ઘેર ઘેર યજ્ઞમાં વિશેષ આહુતિ આપવામાં આવી હતી. સંધ્યા સમયે દિવડા પ્રગટાવી ચેતના કેન્દ્રને સજાવવામાં આવ્યું હતું.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડૉ. પ્રણવ પંડ્યા અને વડાપ્રધાન દ્વારા ભારતભરમાં ઉજવણી કરવાના આહવાન પર મોડાસા તેમજ આસપાસના ગામોમાં સૌ ગાયત્રી ઉપાસકો દ્વારા પોતાના ઘરે પાંચ દિપક પ્રગટાવી મંત્રધૂન કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગાયત્રી તીર્થ, શાંતિકુંજ, હરિદ્વારના સંગીત વિભાગ દ્વારા "એક શામ શ્રીરામ કે નામ" ભજન સંધ્યા ઓનલાઈન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશભરના પરિજનો જોડાયા હતા.

જેમાં મોડાસાના હરેશભાઇ કંસારા તેમજ આસપાસના ગામોના પણ સૌ ગાયત્રી પરિજનો જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details