ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી : ગરીબોની કસ્તૂરી મોંઘી થઇ, એક કિલોના ભાવ 60થી 70 રૂપિયા

બટાકા બાદ હવે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા એક માસથી ધીમે-ધીમે ડુંગળીના છૂટક ભાવ રૂપિયા 70થી 80, જ્યારે હોલસેલ ભાવ રૂપિયા 50થી 60 ચાલી રહ્યા છે. આગામી દિવસોમાં જ્યાં સુધી નવો પાક બજારમાં નહીં આવે, ત્યાં સુધી ડુંગળીના ભાવ ઘટવાની કોઇ શક્યતા નથી. તેવું અરવલ્લીના વેપારીઓનું માનવું છે.

By

Published : Oct 29, 2020, 8:35 PM IST

ગરીબોની કસ્તુરી
ગરીબોની કસ્તુરી

  • કમોસમી વરસાદને લઈને ડુંગળીના ભાવમાં ઉછાળો
  • ડુંગળીનો છૂટક ભાવ એક કિલોના રૂપિયા 70થી 80
  • નવો પાક જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ભાવમાં ઉછાળો જોવા મળશે

અરવલ્લી : સમગ્ર રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે, ત્યારે તેની સીઘી અસર ખેતપેદાશો પર પડી રહી છે. બજારમાં ડુંગળીની આવક ઘટવાને કારણે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે અરવલ્લીમાં ડુંગળીના ભાવ એક કિલોના 70થી 80 રૂપિયા પહોંચ્યા છે.

નજીકના ભવિષ્યમાં ભાવ ઘટવાના કોઇ અણસાર નથી

બટાકા બાદ હવે ગરીબોની કસ્તુરી લોકોની આંખોમાં પાણી લાવી દેશે તેવું લાગી રહ્યું છે. એક માસ અગાઉ ડુંગળીના હોલસેલ ભાવ રૂપિયા 15થી 20 હતા. જે હવે ઉછળીને રૂપિયા 50થી 60 થઈ ગયા છે. જ્યારે ડુંગળી રૂપિયા 70થી 80 છૂટક ભાવમાં વેચાઈ રહી છે. વેપારીઓનું માનવું છે કે, કમોસમી વરસાદને લઇ ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે અને નજીકના ભવિષ્યમાં ભાવ ઘટવાના કોઇ અણસાર દેખાતા નથી.

ડુંગળી લાવશે લોકોની આંખોમાં પાણી

ડુંગળીનાભાવ વધારાના કારણો

કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ચોમાસું લંબાવાને કારણે ડુંગળીના પુરવઠામાં તંગી સર્જાઇ છે. તો ડુંગળીના ભાવ કેમ વધી રહ્યા છે, તે વિશે વેપારીઓના જણાવ્યા મુજબ, ડુંગળીના ભાવોનો વધારો ચાલુ વર્ષે વરસેલા વધુ વરસાદને આભારી છે.

બજારમાં માગના પ્રમાણમાં પૂરતો પુરવઠો આવતો નથી

વરસાદને કારણે ખેડૂતો સમયસર પાકનો પાક કરી શક્યા નથી, જેને પગલે બજારમાં ડુંગળીની પુરવઠાની તીવ્ર અછત સર્જાઈ છે. અમદાવાદમાં રોજની 60થી 70 ગાડીઓમાં ડુંગળીની આવક થતી હતી. જે સામે હાલ ફક્ત 18થી 20 ગાડીઓ જ આવે છે અને તે પણ ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાંથી તેમજ નાસિક અને મહારાષ્ટ્રના બીજા ભાગોમાંથી આવે છે. આ ડુંગળી વધારે ભાવથી આવતી હોવાને કારણે બજારમાં માગ મુજબ મળતી નથી અને તેના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

બજારમાં ડુંગળીની આવક ઓછી હોવાના કારણે ભાવમાં વધારો, 1 કિલોના ભાવ 60 રૂપિયા

રાજ્યમાં ભારે વરસાદ અને વરસાદની સિઝન લંબાવવાને કારણે ડુંગળીના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ડુંગળીનું 60 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે વેચાણ થઇ રહ્યું છે. ત્યારે આ અંગે ડુંગળીના વેપારીએ ETV BHARATને જણાવ્યું કે, ડુંગળીની આવક ઓછી હોવાને કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે.

ડુંગળીના ભાવ પર કોરોનાની અસર: નિકાસ બંધ થતાં ખેડુૂતો રોષે ભરાયા

ભાવનગર ડુંગળી પક્વવાનું પીઠું છે. ચોમાસામાં ઉત્પાદન ઘટતા ભાવ ખૂબ ઊંચા ગયા હતા. સરકારે ડુંગળીની આયાત કરતા ખેડૂતોને ભાવ મળ્યા નહીં. બીજી વખત રવિ પાકમાં મબલખ ઉત્પાદન થતા હવે કોરોના વાયરસની અસર ટ્રાન્સપોર્ટ પર થતા ખેડૂતની ડુંગળીની ખરીદી ઘટી છે અને ભાવ ઉતરી ગયા છે. હવે ખેડૂતોને સરકાર પાસે આશા છે કે, સરાકર આ મામલે યોગ્ય કરશે.

કસ્તુરીએ રોવડાવ્યા, 80 રૂપિયા કિલો વેંચાઇ રહી છે ડુંગળી

નવી દિલ્હી: ડુંગળીના ભાવ ફરી આસમાને પહોંચ્યા છે. દેશભરમાં ડુંગરીના ભાવ આસમાનને આંબી રહ્યા છે, ત્યારે દેશની રાજધાનીમાં ડુંગરી 80 રૂપિયે પ્રતિ કીલો વેંચાઇ રહી છે. દેરક નાના મોટા શહેરોમાં ડુંગરી બધાને રડાવી રહી છે. જે ડુંગરીનો ભાવ થોડા સમય પહેલા માત્ર 15 રૂપિયા પ્રતિ કિલો હતો તે જ ડુંગરી 70 થી 80 રૂપિયાના ભાવે બજારોમાં મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details