મોડાસામાં દુકાનદારનો અનોખો પ્રયોગ મોબાઈલની ખરીદી પર ડુંગળી ફ્રી
મોડાસાઃ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે મધ્યમવર્ગ અનેં ઉચ્ચ મધ્યમવર્ગ માટે પણ પહોંચની બહાર થઈ ગઈ છે. ડુંગળીના ભાવ આસમાને પહોંચતા દુકાનદારો ડુંગળી ગિફ્ટ આપી ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. મોડાસામાં પણ એક મોબાઇલની દુકાન માલિકે મોબાઇલની ખરીદી પર અન્ય સ્યોર ગિફ્ટ સાથે ડુંગળી પણ ગિફ્ટ તરીકે ઓફર કરતા લોકો અન્ય ગિફ્ટ કરતા ડુંગળી વધુ પસંદ કરી રહ્યા છે.
મોડાસામાં દુકાનદારનો અનોખો પ્રયોગ મોબાઈલની ખરીદી પર ડુંગળી ફી
આમ તો ડુંગળી સમારતી વખતે આંખમાં પાણી આવે છે, પણ અત્યારે ડુંગળીના ભાવે લોકોના આંખમાં આંસુ લાવી દિધા છે. હાલ મોડાસામાં ડુંગળીના ભાવ રૂપિયા 100થી 150 ચાલી રહ્યા છે, એટલે ગ્રાહકોને આકર્ષવા મોડાસામાં મોબાઈલના દુકાનદારે મોબાઈલ સાથે ડુંગળી ફ્રી આપવાની શરૂઆત કરી છે.