ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો - corona case in arvalli

અરવલ્લીમાં વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સંક્રમિતો સંખ્યા 21 પહોંચી છે. જેથી આરોગ્ય તંત્રમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

અરવલ્લીમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો
અરવલ્લીમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો

By

Published : May 5, 2020, 2:17 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં કોરોના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. સોમવારે વધુ એક કેસ નોંધાતા અત્યાર સુધી 21 લોકો કોરોનાથી સંક્રમિત બન્યા છે. જેમાં એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું હતું. મહત્વની બાબત એ છે, કે અત્યારસુધી જિલ્લામાં મોટાભાગના કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. લોકો ટ્રાન્સમીશનનો હજુ કોઇ કેસ નોંધાયો નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, મોડાસા શહેરની સીમાનાની સોસાયટીમાં રહેતો 31 વર્ષીય મંદ બુદ્વિ યુવક તેની માતાને કિડનીની ગંભીર બીમારી હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા પરિવાર સાથે ગયો હતો. 7 દિવસ અગાઉ તેની માતાનું મોત થતાં પરિવાર સાથે મોડાસા પહોંચ્યો હતો.

આ યુવકની તબિયત લથડતા મોડાસા કોવીડ-19 હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી જોતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેનો રીપોર્ટ પોઝીટિવ આવતા આરોગ્ય તંત્ર સતર્ક થયુ છે . આરોગ્ય તંત્રએ યુવકના પરિવાર અને તેના સંપર્કમાં આવેલા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરી હોમકોરન્ટાઈન કરી સર્વેની કામગીરી માટે તજવીજ હાથધરી હતી. નોંધીનય છે કે, અરવલ્લી જિલ્લો રેડ ઝોનમાં છે.

ABOUT THE AUTHOR

...view details