ગુજરાત

gujarat

ETV Bharat / state

શામળાજીમાં ભેદી બ્લાસ્ટ થતા એકનું મોત, બ્લાસ્ટ થવાનું કારણ અકબંધ - Shamlaji

અરવલ્લી જિલ્લાના શામળાજીના ગોઢકુલ્લા ગામે ભેદી બ્લાસ્ટ થતા અફરાતફરી મચી જવા પામી હતી. બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયુ હતું, જ્યારે બે બાળકી સહિત એક મહિલા ગંભીર ઇજાગ્રસ્ત થઇ હતી. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

શામળાજીમાં ભેદી બ્લાસ્ટ થતા એકનું મોત
શામળાજીમાં ભેદી બ્લાસ્ટ થતા એકનું મોત

By

Published : Aug 28, 2021, 5:35 PM IST

  • પુરૂષનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું
  • બે બાળકીને ગંભીર ઇજાઓ થઇ
  • ઘટનાની જાણ થતા જ પહોંચી પોલીસ

અરવલ્લી- શામળાજીના ગોઢકુલ્લા ગામમાં બપોરના ત્રણ વાગ્યાના સુમારે એકાએક બ્લાસ્ટ થતા આફરાતફરી મચી હતી. ગામમાં આવેલા એક કાચા મકાનમાં પ્રચંડ આવાજથી બ્લાસ્ટ થતા આસપાસ લોકો દોડી આવ્યા હતા. બ્લાસ્ટ થતા ઘરના એક પુરૂષનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું, જ્યારે બે બાળકીઓ સહિત એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી. બે બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવી છે, જ્યારે મહિલા શામળાજી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

શામળાજીમાં ભેદી બ્લાસ્ટ થતા એકનું મોત

આ પણ વાંચો-કલોલ બ્લાસ્ટ મામલો: AUDAએ હાઇકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું

મૃતક પુરૂષ તળાવમાંથી કોઇક શંકાસ્પદ વસ્તુ લાવ્યો હતો

સમગ્ર ઘટનાની તપાસ માટે શામળાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બ્લાસ્ટ થવાનું કારણ અકબંધ છે. મળતી માહિતી અનુસાર મૃતક પુરૂષ તેના ઘર નજીક આવેલા તળાવમાંથી કોઇક શંકાસ્પદ વસ્તુ લાવ્યો હતો. જેમાંથી બ્લાસ્ટ થયો છે, તેવુ માનવામાં આવી રહ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details