અરવલ્લીઃ રવિવારે સાંજના સુમારે અરવલ્લી જિલ્લાના મોડાસાના મુલોજ ગામના 40 વર્ષીય રમેશ મથુરભાઈ ખાંટ નામનો યુવક ઘરેથી કામકાજ અર્થે નીકળ્યો હતો. ગામની બહાર બનાવેલ ચેકડેમ પરની દીવાલ પર પસાર થઇ રહ્યો હતો. તે દરમ્યાન તેનો પગ લપસતાં પાણીમાં ડુબી ગયો હતો. ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો તેમજ મામલતદાર, ટીડીઓ અને પોલીસ પણ પણ સ્થળ પર પહોચ્યા હતા.
મોડાસાના મુલોજમાં ચેકડેમમાં ડુબી જવાથી એકનું મોત - અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મુલોજ ગામ નજીક બનાવેલ ચેકડેમ પરથી પસાર થઇ રહેલ 40 વર્ષીય યુવકનો અચાનક પગ લપસી જતા પાણીમાં ડૂબી ગયો હતો. 18 કલાકની જહેમત બાદ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઇ હતી.
મોડાસાના મુલોજમાં ચેકડેમમાં ડુબી જવાથી એકનું મોત
તંત્રએ સ્થાનિક તેમજ માલપુરના તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ આદરી હતી. છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસતા ચેકડેમમાં પાણીની અવાક વધુ હોવાથી તરવૈયાઓને 18 કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનું અકાળે મૃત્યુ થતા પરિવારજનોમાં ગમગીની છવાઇ હતી. મૃતદેહને પી.એમ માટે ખસેડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.