ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં વધુ એક દર્દીનું મોત, મૃત્યુઆંક 2 થયો - અરવલ્લીમાં કોરોના વાઇરસના કેસ

અરવલ્લીના મોડાસામાં સોમવારે કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાયા હતો. જેનું મંગળવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ મોત થતા અરવલ્લીમાં કોરોનાથી મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે.

Etv Bharat, Gujarati News. Covid 19, Arvalli News
Arvalli News

By

Published : May 5, 2020, 3:44 PM IST

મોડાસાઃ અરવલ્લીના મોડાસામાં સોમવારે કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાયો હતો. જેનું મંગળવારે સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. આ મોત થતાં અરવલ્લીમાં કોરોનાથી મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. 31 વર્ષીય યુવકનું મોત થતાં પરિવારમાં શોક છવાયો હતો.

મળતી માહિતી અનુસાર મૃતકના ભાઇને પણ સારવાર અર્થે કોવિડ 19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતકના રેહણાંક વિસ્તારને મોડાસા નગરપાલિકા દ્રારા સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત મોડાસા શહેરની સીમાનાની સોસાયટીમાં રહેતો ૩૧ વર્ષીય માનસિક અસ્થિર યુવક તેની માતાને કિડનીની ગંભીર બીમારી હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા પરિવાર સાથે ગયો હતો. 7 દિવસ અગાઉ તેની માતાનું મોત થતા પરિવાર સાથે મોડાસા પહોંચ્યો હતો. આ યુવકની તબિયત લથડતા મોડાસા કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવક ની ટ્રાવેલ હિસ્ટ્રી જોતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેનું સારવાર દરમિયાન મોત થયું છે.

હાલ આરોગ્ય વિભાગે મૃતકના પરિવારના 11 સભ્યોના સેમ્પલ લીધા છે, તેમજ સમગ્ર રેહણાંક વિસ્તારને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details