ગુજરાત

gujarat

ETV Bharat / state

વરધોડાના હુમલાના ભોગ બનેલ અનુસુચિત જાતિના યુવકે કરી આત્મહત્યા - અરવલ્લી સમાચાર

અરવલ્લી: જિલ્લાના મોડાસા તાલુકાના બામણવાડા ગામે રહેતા યુવકે આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી. આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરિવારજનોનો આક્ષેપ છે કે, મૃતક યુવાનને 2 મહિના પહેલા પિતરાઇ ભાઈના વરઘોડા બાબતે માથાકુટ થતા તેને માર મારવામાં આવ્યો હતો. જેને લઈને યુવક હતાશામાં ગરકાવ થઇ ગયો હતો. તેથી ડિપ્રેશનના કારણે તેણે મોતને વ્હાલું કર્યું હતું.

વરધોડાના હુમલાના ભોગ બનેલ અનુસુચિત જાતિના યુવકે કરી આત્મહત્યા

By

Published : Aug 1, 2019, 2:02 PM IST

મોડાસા તાલુકાના બામણવાડા ગામમાં ગત ૧૬ મેના રોજ અનુસૂચિત જાતિના યુવક ચિરાગ પરમારનો વરઘોડો નીકળ્યો હતો . જે બાબતે ગામના કેટલાક અસામાજીક તત્વો અને આર્મીમાં સેવા આપી રહેલ 3 જવાનોએ વરરાજાના પિતરાઇભાઇ રાકેશ પરમારને ફોન કરી ગામના તળાવ નજીક બોલાવી લાકડી વડે માર માર્યો હતો.

ત્યારબાદ પરિવારજનોએ સારવાર અર્થે તેને દવાખાને ખસેડાયો હતો. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ આરોપીઓની અટકાયત કરી હતી.

વરધોડાના હુમલાના ભોગ બનેલ અનુસુચિત જાતિના યુવકે કરી આત્મહત્યા

આ ઘટના બાદ ગામના કેટલાક લોકો મૃતક યુવાનને ધાકધમકીઓ આપતા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે .જે તે સમયે 6 વ્યક્તિઓના નામ જોગ સહિત 15 લોકોના ટોળા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે યુવકે જીવન ટૂંકાવતા મામલો વધુ બીચક્યો છે અને યોગ્ય તપાસ કરવાની માગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details